ભ્રષ્ટાચારનો પુલ! 13 કરોડના ખર્ચે બનેલો બ્રિજ વર્ષમાં જ તૂટ્યો, તંત્રના પાપે 10 ગામ સંપર્ક વિહોણા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા,નર્મદા: નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક કરજણ નદી ઉપર આવેલ રાજપીપળા અને રામગઢને જોડતો પુલ કરોડોના ખર્ચે 2 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. જોકે આ પુલ બન્યા પછી પુલનું લોકાર્પણ ન થતાં આમ જનતાએ લોકાર્પણ વગર જ અવરજવર શરૂ કરી દીધી હતી. આ પુલનું બાંધકામ તકલાદી હોવાનું ત્યારે ખબર પડી જયારે આ પુલ ગયા વર્ષે વચ્ચેથી બેસી ગયો અને પુલને બંધ કરવામાં આવ્યો ત્યારે પુલના તકલાદી કામની પોલ ખુલી છે. પુલમાં 20 ફૂટનું ગાબડું પડતાં 10 ગામ સંપર્ક વિહોણા થયા છે. 13 કરોડના ખર્ચે બનેલ પુલ 13 મહિના પણ ના ચાલ્યો અને ફરી રીપેર કર્યા બાદ પણ સ્થિત જે હતી તે જ રહી

2 વર્ષમાં 2 વાર તૂટયો પુલ
રાજ્યમાં વરસાદ આવતાની સાથે જ રોડ-રસ્તાની કામગીરી અને તંત્રની પોલ છતી થઈ જાય છે. અનેક જગ્યાએ ભૂવા પડે છે તો, રોડ ધોવાઈ જાય છે અને પુલની હાલત બે હાલત થઈ જાય છે. આવી જ એક ઘટના નર્મદા જિલ્લામાં થઈ છે. બે વર્ષ પહેલા રાજપીપળા અને રામગઢને જોડતો પુલ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ પુલને એક જ વર્ષમાં બંધ કરી દેવો પડ્યો હતો. બે વર્ષના ટૂંકા ગાળામાં બબ્બે વાર આ પૂલ વચ્ચેથી બેસી ગયો હતો. તેના પિલ્લરને પણ ગયા વર્ષે ભારે નુકસાન થયું હતું. જેને કારણે ગયા વર્ષે આ પુલને બંધ કરી દેવાની સત્તાવાળાઓને ફરજ પડી હતી. ત્યાર પછી થોડું સમારકામ કરીને ફરી પાછો આ પૂલ ચાલુ કરવામાં આવ્યો હતો. પણ આ વર્ષે ભારે વરસાદમાં આ પુલની ફરી એકવાર તે જ જગ્યાએ થી પુલ બેસી ગયો. પણ આ વર્ષે ભારે વરસાદમાં પુલ ને જોડતા રસ્તા ઉપર 20 ફુટ ઊંડું મસમોટું ગાબડુ પડી ગયું. અને 8 થી 10 ગામ સંપર્ક વિહોણા થઈ ગયા હતા.

500 જેટલા વિદ્યાર્થીઓને અસર
ચોમાસામાં ભારે વરસાદે આ પુલના તકલાદી બાંધકામની ફરી એકવાર પોલ ખોલી નાખી છે. વારંવાર આ પુલના તકલાદી બાંધકામની તપાસની અને કોન્ટ્રાક્ટરો, એજન્સી સામે પગલાં લેવાની માંગ થઈ હોવા છતાં આ પ્રકરણમાં ભીનું સંકેલાયું હોય તેમ કોઈ જ પગલા લેવાયા નથી. કોન્ટ્રાકટર પર મીઠી નજરના કારણે 10 ગામના લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે. જેનું લોકોમાં આશ્ચર્ય છે. તંત્રના કારણે આજે આમ જનતાને સહન કરવાનો વારો આવ્યો છે. આ પુલમાં ગાબડું પડતા રામગઢ થી રાજપીપળા આવતા જતા 400 થી 500 જેટલાં શાળા કોલેજના વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજમાં આવવા જવાની ભારે મુશ્કેલી પડી રહી છે. ભર ચોમાસે જ આઠ થી દસ ગામના લોકોનો સંપર્ક તૂટી જતા હવે ગ્રામજનોને ફેરો ફરીને રાજપીપળા જવું પડે છે. જનતાનો સમય અને નાણાંનો પણ વ્યય થઈ રહ્યો છે.

ADVERTISEMENT

તંત્ર પર ઉઠયા સવાલ..
આજે પણ આ પુલ વચ્ચેથી વધારે બેસી ગયો છે. તેમાં મોટી તિરાડો પડી ગઈ છે. 20 ફૂટ ના ગાબડાની ઊંડાણથી તપાસ કરતા આ માત્ર માટીથી જ પુરાણ કરેલું દેખાય છે.જેને કારણે આ રસ્તો તૂટી પડ્યો હતો. તેમાં સિમેન્ટ, રેતી કે કપચીનું કોન્ક્રિટ દેખાતું જ નથી. માત્ર માટી પુરાણ કરેલું દેખાય છે. આ માટીનું પુરાણ ભારે વારસાદ ધોવાઈ જતા મોટુ ગાબડું પડી ગયું છે. એ જોતા કરોડોના ખર્ચે બનેલ આ પુલ તકલાદી અને ગુણવત્તા વિહોનો નબળા પુલનો ઉત્તમ નમૂનો સાબિત થયો છે. આ જોખમી પુલ પ્રજાને લોકાર્પણ કેમ કરવામાં આવ્યો નહોતો તે હવે લોકોને સમજાય છે. ભ્રષ્ટાચારી એજન્સીઓ અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોના પાપે આ બનેલો પુલ નિર્દોષ જનતાના અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય એમ લાગે છે. શા માટે આ પુલને તાકીદે રીપેર કરાતો નથી?.અને શા માટે આ તકલાદી બાંધકામ કરનાર એજન્સી સામે પગલાં લેવાતા નથી? કોન્ટ્રાક્ટર સામે કાયદેસર પગલાં કેમ લેવાતા નથી? તંત્રના અધિકારીઓ ચૂપ કેમ છે? વિરોધપક્ષ મૌન કેમ છે?એ પ્રશ્ન લોકોમાં ચર્ચા રહ્યો છે. વિકાસના નામે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે. આવા તકલાદી બાંધકામોમાં મોટા પાયે ખાઈકી ને ભ્રષ્ટાચાર થતો હોવાને કારણે સરવાળે તો પ્રજાને સહન કરવાનો વારો આવે છે. આજે આ પુલ બંધ થવાથી અસંખ્ય લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે તંત્ર સામે પ્રજામાં ભારે રોષ ફેલાયો છે. રાજપીપળા રામગઢનો પુલ જનતા માટે શોભાના ગાંઠીયા સમાન અને શ્રાપ રૂપ પુરવાર થયો છે. આ પુલના તકલાદી બાંધકામ અંગેની ન્યાયી અને તટસ્થ તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક પગલાં લેવા જોઈએ એવી પ્રજાની માંગ છે. આ પુલ પર થોડા સામે પહેલા જ યુવાન 20 ફૂટ ઊંડા ખાડામાં પડ્યો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

13 કરોડ પાણીમાં
172 મીટરની લંબાઈ ધરાવતો આ પુલ અંદાજે 13 કરોડના ખર્ચે  તૈયાર કરવામાં આવ્યો હતો. 2 વર્ષમાં જનતાના 13 કરોડ પુલ સાથે જાણો ધોવાઈ ગયા અને કોન્ટ્રાક્ટરે પોતાનું ઘર ભરી લીધું. જનતાની સમસ્યા ઘટવાના બદલે વધી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT