ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં સાતમા માળે લાગી આગ, ફાયરની ટીમ ઘટના સ્થળે

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: રાજ્યમાં આગ લાગવાના બનાઓમાં સતત વધારો તહી રહ્યો છે. આ દરમિયાન ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનમાં આગ લાગવાની ઘટનાથી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આગની ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આગ કયા કારણોસર લાગી છે તે હજુ જાણી શકાયું નથી.

ઉનાળાની શરૂઆત થતાં જ આગની ઘટનામાં સતત વાંધો થઈ રહ્યો છે. ગાંધીનગરમાં આજે આગની બીજી ઘટના સામે આવી છે. ઉદ્યોગ ભવનમાં આગની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઉદ્યોગ ભવનમાં કોસ્ટ ગાર્ડ ઓફીસ પર સાતમા માળે આગની ઘટના સામે આવી છે. જોકે ગાંધીનગર ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવાયો છે. ત્યારે બીજી તરફ ગાંધીનગરના સેકટર – 30 માં આવેલ ડમ્પિંગ યાર્ડમાં પાંચ દિવસ અગાઉ વહેલી પરોઢિયે અચાનક કચરામાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.

આ પણ વાંચો: બળજબરી પૂર્વક પૈસા લેનાર કિન્નરોના ગ્રુપ સામે પોલીસ એક્શન મોડ પર, જાણો શું છે પ્લાન

ADVERTISEMENT

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ઘ-4 સર્કલ પાસે આવેલા ઉદ્યોગ ભવન બિલ્ડિંગમાં 7મા માળે આવેલી કોસ્ટ ગાર્ડ ઓફિસમાં આગ લાગવાની ઘટના બની હતી. બિલ્ડિંગમાં આગ લાગી હોવાનુંજણાતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ. ફાયરબ્રિગેડના કાફલાએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. બે વર્ષ પહેલા પણ ઉદ્યોગમાં આગ લાગી હતી.દ્યોગ ભવન બિલ્ડિંગમાં 5મા માળે આવેલી GIDC ઓફિસમાં આગ લાગી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT