મોડાસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ચાર મજૂરોના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરીયા, મોડાસા: રાજ્યમાં આગ લાગવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આગની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોડાસા-રાજેન્દ્રનગર હાઇવે પર આવેલી ફટાકડાની ફેકટરીમાં લાગી આગ લાગી છે. ત્યારે આગની ઘટનાને લઈ અફરા તફરી મચી છે. ત્યારે આગમાં ચાર મજૂરો જીવતા ભૂંજાયા છે.

આજે બપોરના સમયે મોડાસા- રાજેન્દ્રનગર હાઇવે પર ફટાકડાની ફેક્ટરીમાં લાગેલ આગથી તંત્ર દોડતું થયું છે. આગ એટલી વિકરાળ છે કે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા દેખાઈ છે. આ દરમિયાન ફટાકડા ફેકટરીમાં લાગેલી આગે આસપાસના રહેણાંક મકાનોને પણ પોતાની ચપેટમાં લીધા છે. આગની ઘટનાથી માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે.

40 જેટલા લોકો ફસાયનું અનુમાન
મોડાસા નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. બીજી તરફ મેજર ફાયર કોલ ડિકલેર થઈ ચૂક્યો છે. 35 થી 40 લોકો ફસાયાના તંત્ર દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગમાં ચાર મજૂરોના મોત થયા હતા.  લલિત, અજય, રામભાઈ, સાજન નામના મજૂરોના મોત થયા છે.  આગમાં બે વાહનો બળીને ખાખ થયા છે.  ત્યારે આગને કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

ADVERTISEMENT

આ પણ વાંચો:  યુવરાજસિંહના સમર્થનમાં કોંગ્રેસ? જાણો શું કહ્યું જગદીશ ઠાકોરે

જાણો શું કહે છે તંત્ર 
આ મામલે ફાયર ચીફઓફિસર સંજય પંડયાએ જણાવ્યું કે અત્યારે મેજર ફાયર કોલ ડિકલેર કરી દેવામાં આવ્યો છે. આસપાસની નગરપાલિકા અને ગાંધીનગરથી મદદ પહોંચી રહી છે. બે નગર પાલિકામાંથી ગાડી પણ આવી ગઈ છે. રેસ્ક્યૂની કામગીરી ચાલુ છે. આગલગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. ગોડાઉન ફટકડાનું છે. એટલે અંદાજો લગાવી શકાય કે સ્પાર્ક કે ગરમીના કારણે ઘટના બની હોય તેવું પ્રાથમિક તારણ નીકળે છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT