Junagadh ને લજવતો કિસ્સો: પિતાએ પોતાની જ પુત્રી સાથે કર્યું એવું ગંદુ કામ કે પાડોશીઓ પણ...

ADVERTISEMENT

પિતાએ પોતાની જ 13 વર્ષની દિકરીને શિકાર બનાવી
Junagadh Father rape on her daughter
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

જૂનાગઢમાં માનવતાને લજવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો

point

જૂનાગઢમાં પિતાએ પોતાની જ પુત્રી પર દુષ્કર્મ આચર્યું

point

પાડોશી ઘરે પહોંચ્યા તો પુત્રી અને પિતા કઢંગી હાલતમાં હતા

જૂનાગઢ : બાપ-દિકરીના સંબંધને વિશ્વના સૌથી પવિત્ર સંબંધો પૈકીનો એક સંબંધ માનવામાં આવે છે. જો કે જૂનાગઢના ભેંસાણ વિસ્તારમાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પિતાએ જ પોતાની સગી 13 વર્ષની દિકરીને પીંખી નાખી હોવાનો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાડોશીઓએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરીને તેના નરાધમ પિતાને પકડાવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી છે. 

પોતાની જ 13 વર્ષની દિકરીને રોજ હવસનો શિકાર બનાવતો

જૂનાગઢ પોલીસ સ્ટેશનને અડીને આવેલી ભેંસાણ ચોકડી પર એક 60 વર્ષના વૃદ્ધ પોતાના પરિવાર સાથે નવા નવા રહેવા આવ્યા હતા. તે પોતાની 13 વર્ષની દીકરી અને 6 વર્ષના દીકરા સાથે 5 દિવસ પહેલા જ રહેવા માટે આવ્યા હતા. તેઓ ઝુંપડામાં રહી મજુરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. 13 ફેબ્રુઆરીએ રાત્રે દીપડો તે વિસ્તારમાં આવી ચડતા પાડોશી મહિલા પરિવારને જાણ કરવા માટે ગયા હતા. જો કે તેઓએ ઝુંપડીમાં અંદર જોતા તે વ્યક્તિ પોતાની 13 વર્ષની દિકરી સાથે સંબંધ બાંધી રહ્યો હતો. જે જોઇને પાડોશી ચોંકી ગઇ હતી. 

પાડોશી અને પોલીસના પગ તળેથી જમીન ખસી ગઇ

ઘટના અંગે મહિલાએ પોતાના પતિ અને પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે તત્કાલ પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે 13 વર્ષની દિકરીની પુછપરછ કરતા સગીરાએ તેની સાથે અનેકવાર સંબંધો બાંધ્યા હોવાની કેફિયત પણ આપી હતી. અત્રે નોંધનીય છે કે, દુષ્કર્મનો આરોપી વૃદ્ધ બોટાદનો વતની છે. પહેલી પત્નીના મૃત્યુ બાદ તેણે બીજા લગ્ન કર્યા હતા. જો કે દારૂની આદતવાળો હોવાના કારણે બીજી પત્ની પણ તેને મુકીને જતી રહી હતી. આરોપીની 4 દિકરીઓના લગ્ન થઇ ચુક્યા છે. જ્યારે બીજી પત્ની થકી 13 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT