દ્વારકામાં રખડતા શ્વાનનો આતંક: માસુમ બાળકીને ફાડી ખાધી, સારવાર પહેલા મોત
Dwarka News: ગુજરાતમાં રખડતા ઢોરની સાથે જ રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. રખડતા શ્વાન લોકોને પરેશાન કરી રહ્યા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
દ્વારકા જિલ્લામાં પણ રખડતા શ્વાનનો આતંક
હચમચાવી નાખે એવા સમાચાર સામે આવ્યા
રખડતા શ્વાને 11 વર્ષીય બાળકીનો જીવ લીધો
Dwarka News: ગુજરાતમાં રખડતા ઢોરની સાથે જ રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે. રખડતા શ્વાન લોકોને પરેશાન કરી રહ્યા છે. હાલમાં દ્વારકા જિલ્લામાં પણ રખડતા શ્વાનનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. દ્વારકામાંથી એક હચમચાવી નાખે એવા સમાચાર સામે આવ્યા છે. જેમાં રખડતા શ્વાને 11 વર્ષીય બાળકીનો જીવ લીધો છે. આ બનાવને પગલે એક તરફ સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે, તો બીજી તરફ તંત્ર સામે સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
11 વર્ષની બાળકી પર કર્યો હતો હુમલો
મળતી માહિતી અનુસાર, દ્વારકા જિલ્લાના ભાણવડના રુપામોરા વિસ્તારમાં રહેતા હીરાભાઈ પીપરોતરની 11 વર્ષની દીકરી પુરી પીપરોતર પર રખડતા શ્વાનોએ હુમલો કર્યો હતો. આ બાળકી પર ગલીમાં રખડતા શ્વાન તૂટી પડ્યા હતા અને અનેક બચકા ભરી લીધા હતા.
હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકીનું મોત
જેથી બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જોકે, બાળકી હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકીનું દુઃખદ અવસાન થયું હતું. આ દુઃખદ બનાવને પગલે પરિવારમાં માતમ છવાયો છે.
ADVERTISEMENT
પરિવારમાં છવાયો શોક
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ પરિવાર દાહોદ-ગોધરાથી ખેત મજૂરી કરવા માટે ભાણવડ ખાતે આવ્યો હતો, આ બનાવ બાદ પરિવારમાં આફતનો પહાડ તૂટી પડ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT