આફત બની ત્રાટકશે બિપોરજોય, વહીવટી તંત્રએ લીધા આ નિર્ણય
અમદાવાદ: બિપોરજોય વાવાઝોડું ગુજરાત માટે આફતરૂપ બને તેવી શક્યતા સર્જાઈ છે. બિપોરજોય વાવાઝોડું નલિયા અને કરાચીની વચ્ચે ટકરાઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે…
ADVERTISEMENT
અમદાવાદ: બિપોરજોય વાવાઝોડું ગુજરાત માટે આફતરૂપ બને તેવી શક્યતા સર્જાઈ છે. બિપોરજોય વાવાઝોડું નલિયા અને કરાચીની વચ્ચે ટકરાઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે વાવાઝોડાની દિશા હવે નહીં બદલાય. હવામાન વિભાગની અત્યારની માહિતી પ્રમાણે ગુજરાતને વાવાઝોડાની અસર થશે. આગામી 15 જૂને બપોરે 12 વાગ્યે વાવાઝોડું નલિયા અને કરાચીની વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. ત્યારે જામનગર જિલ્લાને એલર્ટ કરવામાં આવ્યું છે. આ દરમિયાન જામનગરમાં ૩ દિવસ તમામ શાળા, કોલેજ બંધ રાખવા કલેકટરે આદેશ આપ્યો છે. જ્યારે રાજકોટમાં બે દિવસ શાળા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં અનેક જિલ્લામાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે જૂનાગઢ રોપવે સેવા બંધ કરવામાં આવી છે. કંડલા પોર્ટ ખાલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બિપોરજોય વાવાઝોડાના જોખમને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સામાન્ય લોકોને ચેતવણી આપી છે કે 14 અને 15 જૂને બે દિવસ સુધી ભારે પવન સાથે ભારે વરસાદની પ્રબળ સંભાવના છે. આ બે દિવસ માટે કોઈપણ વ્યક્તિએ કામ વિના ઘરની બહાર ન નીકળવા વિનંતી કરવામાં આવી છે. જામનગર મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે જામનગર મ્યુનિસિપલ બિલ્ડીંગના ઉપરના ભાગેથી સોલાર પેનલો દૂર કરવામાં આવી છે અને જે બાંધકામ ચાલી રહ્યું છે તેમાંથી લોખંડની વસ્તુ અને સોલાર પેનલો દૂર કરવા લોકોને અનુરોધ કર્યો છે. જ્યારે કલેકટર દ્વારા આગામી તારીખ 13, 14 અને 15 જૂન શાળા અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. બીજી તરફ શાળાના સ્ટાફને શાળામાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
રાજકોટમાં પણ લેવાયો આ નિર્ણય
સાવચેતીના ભાગરૂપે કલેકટર દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં 14 અને 15 તારીખે શાળા અને કોલેજો માં રજા જાહેર કરવામાં આવી છે. કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
જૂનાગઢ રોપવે સેવા બંધ
હાલ સમગ્ર ગુજરાત પર બિપરજોય જોઈ વાવાઝોડાની દહેશત જોવા મળી રહી છે ત્યારે ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાય રહ્યો છે. સતત 2 દિવસથી ગિરનાર રોપવે બંધ હતો. જે આજે ત્રીજા દિવસે પણ રોપવે સેવા બંધ રહી છે. બીજી તરફ પવનની સ્થિતિ જોઇ અને રોપવે સેવા શરૂ કરવામાં આવશે. ભારે વરસાદ અને ભારે પવનને કારણે સ્થળાંતર કરનારાઓને ગિરનાર પર્વત પર ન જવાની સલાહ આપવામાં આવી રહી છે.
અહી લાગ્યા 10 નંબરના સિગ્નલ
વાવાઝોડાને પગલે સમગ્ર રાજ્યમાં તંત્ર એક્શન મોડ પર છે ત્યારે દ્વારકા, જામનગર અને કચ્છનાં તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે, જ્યારે પોરબંદરમાં નવ નંબરનું સિગ્નલ લગાવાયું છે. કંડલા પૉર્ટ ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પોરબંદર સહિત આ જિલ્લાઓમાં રજા જાહેર
પોરબંદર જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વાવાઝોડાંની આગાહી સંદર્ભે ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. પૂર્વ તકેદારીના ભાગ રૂપે રજા જાહેર કરવામાં આવી છે. તારીખ 13,14 અને 15 જૂનના રોજ શાળાઓમાં રજા જાહેર કરાય છે, પરંતુ શાળાના શિક્ષકો આચાર્ય એ શાળામાં ફરજ બજાવવાની રહેશે.કચ્છમાં 3 દિવસ શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. મોરબીમાં 14 અને 15 શાળાઓ બંધ રહેશે. જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 12 અને 13 જૂન રજા જાહેર કરવામાં આવી છે.
ADVERTISEMENT
તિથલ બીચ ખાલી કરવા આદેશ/ ફ્લાઇટ ડાયવર્ટ કરાઇ
વલસાડ જિલ્લાના તિથલ બીચ સહિતના વિસ્તારોમાં પવનની ગતિ વધી રહી છે. આ કારણે લારી સંચાલકોને કોઈ નુકસાની ન થાય તેની તકેદારીના ભાગ રૂપે તિથલ બીચને ખાલી કરવામાં આવ્યો છે.વાવાઝોડાના કારણે કેટલીક ફલાઇટો રદ કરાઈ તો કેટલી ફલાઇટને ડાયવર્ટ પણ કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસ જેટની પૂનાથી ભાવનગર જતી ફલાઇટ અને ઈન્ડિગોની લખનઉથી મુંબઇ જતી ફલાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ બંને ફલાઇટ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. ભાવનગરના ખરાબ હવામાનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT