USA જવાનો મોહ અમદાવાદના દંપતીને ભારે પડ્યો, ઈરાનમાં થયા કીડનેપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: વિદેશ જઈ અને પૈસા કમાવવાની ઘેલછામાં ગુજરાતી પરિવારો જાણે મોતન અમુખ્મ પણ જવા તૈયાર થઈ જાય છે. એનેક ગંભીર કિસ્સાઓ સામે આવ્યા બાદ પણ જાણે કઈ થયું ન હોય તેમ પૈસા આપી અને વિદેશ જવાનું સેટિંગ ઉતારે છે. એજન્ટ હાથ ઊચા કરી લેતા મોટી મુસીબતમાં મુકાય છે. આવી વધુ એક ઘટના સામે આવી છે. અમેરિકા જવાના મોહમાં એક દંપતી ઈરાનમાં કિડનેપ થયું હોવાની ઘટના સામે આવી છે.

એજન્ટે દંપતીને USA મોકલવાને બદલે ઈરાન મોકલી દીધું છે. ઈરાન પહોંચેલ દંપતી કીડનેપ થયું છે. યુવકનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેની પીઠ પર કિડનેપર્સે બ્લેડના અસંખ્ય ઘા ઝીંકીને રૂપિયા માંગ્યા છે. વીડિયોમાં યુવક લોહીથી લથપથ હાલતમાં જોવા મળી રહ્યો છે. લોહીથી લથપથ હાલતમાં કણસતો યુવક કહી રહ્યો છે, માગે એટલા રૂપિયા આપી દો. છતાં બેરહેમ કિડનેપર્સ તેની પર દયા ખાતા નથી બંનેનું ઈરાનમાં અપહરણ થયાનું કહેવામાં આવી રહ્યું છે.

એજન્ટે દંપતીને મોતના મુખમાં ધકેલ્યું
કિડનેપિંગની ઘટનાને લઈ અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે. પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે. દંપતીએ ગાંધીનગરના એક એજન્ટ દ્વારા 1.12 કરોડમાં અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. હવે એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, એજન્ટે બંનેને અમેરિકા મોકલવાને બદલે ઈરાન મોકલી દીધા છે. ગુજરાતના દંપતીને પહેલા હૈદરાબાદ લઈ જવામાં આવ્યાં હતાં. ત્યાંથી બીજો એજન્ટ તેમને વાયા દુબઈ, ઈરાન થઈને અમેરિકા મોકલશે એવી ડીલ થઈ હતી. પરંતું ઈરાનમાં દંપતી કિડનેપ થયું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT