SURAT માં 108 ની પ્રશંસનીય કામગીરી, રિક્ષામાં જ મહિલાની પ્રસુતી કરાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : શહેરમાં 108 એમ્બ્યુલન્સની ટીમની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. ઓટોરિક્ષામાં ડિલીવરીના ચેકઅપ માટે જઇ રહેલી મહિલાને અચાનક જ પ્રસવપીડા ઉપડી હતી. જેના પગલે રિક્ષા ચાલકે 108 બોલાવી હતી. 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે મહિલાની સ્થિતિ હોસ્પિટલ પહોંચાડી શકાય તેમ નહોતી. જેના કારણે આખી રિક્ષાને કાપડથી ઢાંકીને સ્થળ પર જ સુવાવડ કરી હતી.

108 ના સ્ટાફની કામગીરી બિરદાવવામાં આવી
108 ના સ્ટાફની આ કામગીરીને હાજર લોકોએ તો બિરદાવી હતી પરંતુ મહિલાએ પણ આભાર વ્યક્ત કર્યો હતો. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સુરતના અડાજણ ખાતે રહેતા અરવિંદભાઇ દેવીપૂજકના પત્ની ચકુબેન પોતાના પતિ સાથે મેડિકલ એકઅપ માટે હોસ્પિટલ જઇ રહ્યા હતા.જો કે અચાનક તેમને પ્રસવ પીડા ઉપડી હતી. જેથી રિક્ષાચાલકે ક્ષણભરની પણ રાહ જોયા વગર 108 ની ટીમને જાણ કરી હતી. 108 ની ટીમને માહિતી મળતા જ ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

મહિલાને હોસ્પિટલ પહોંચાડી શકાય તેમ નહોતી
જો કે સ્ટાફ પહોંચ્યો ત્યારે તપાસ કરતા મહિલાને પ્રસુતી પહેલા ખુબ જ લોહી વહી ગયું હતું. બાળકનું માથુ પણ બહાર આવી ચુક્યું હતું. જેથી હોસ્પિટલ પહોંચાડી શકાય તેવી શક્યતા ઓછી હતી. જેથી તત્કાલ જ રિક્ષાને કપડાથી કવર કરીને મહિલાની ડિલીવરી ઘટના સ્થળે જ કરાવાઇ હતી. 108 ની ટીમ પાસે રહેલી ડિલીવરી કીટની મદદથી નોર્મલ ડિલીવરી કરાવી હતી. હાલ તો માતા અને બાળક બંન્નેની સ્થિતિ સારી છે. રાંદેર હેલ્થ સેન્ટર ખસેડાયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT