જેતપુરમાં રખડતા ઢોરના હુમલામાં 9 વર્ષના બાળકનું મોત, ક્યારે અટકશે રસ્તા પરનો આતંક?
Torture of stray cattle: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરોમાં રખડતા ઢોર સામે અંકુશ અભિયાન ચલાવવાના દાવા તો…
ADVERTISEMENT
Torture of stray cattle: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરોમાં રખડતા ઢોર સામે અંકુશ અભિયાન ચલાવવાના દાવા તો ઘણા કરાય છે પરંતુ રખડતા પશુ પર નિયંત્રણ મેળવવામાં વહીવટી તંત્ર સફળ નીવડી શક્યું નથી. આવા પશુમાલિકો સામે અનેક કિસ્સાઓમાં FIR પણ નોંધાઈ છે. તેમ છતાં પશુઓની અડફેટે લોકો ચઢતા રહ્યા છે. તેમજ રખડતા ઢોરને કારણે કેટલાય લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. ત્યારે રાજકોટના જેતપુરમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો છે. જેતપુરમાં રખડતા ઢોરે અડફેટે લેતા 9 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકો અને પરિવારજનોમાં વહીવટીતંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.
9 વર્ષના સમીરને લીધો હતો અડફેટે
મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતો 9 વર્ષીય સમીર 6 દિવસ અગાઉ ઘર પાસે રમી રહ્યો હતો. આ દરમિયાન રખડતા ઢોરે તેને અડફેટે લીધો હતો. જે બાદ પરિવારજનો સમીરને લઈને તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત
સમીરને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે 6 દિવસ બાદ સારવાર દરમિયાન હોસ્પિટલમાં સમીરનું મૃત્યુ થયું છે. માસુમ બાળકના નિધનથી પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે.
ADVERTISEMENT
પરિવારજનોમાં આક્રોશ
તો બીજી બાજુ બાળકના મોતથી પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT