બજરંગ દળના સંયોજક સહિત કાર્યકરો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ, ગાંધીનગરમાં વેલેન્ટાઈન ડે પર કર્યું હતું આ કારનામું

ADVERTISEMENT

gujarattak
social share
google news

દુર્ગેશ મહેતા, ગાંધીનગર: રાજ્યમાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી ઠેર ઠેર જગ્યા એ થઈ હતી. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ બજરંગ દળ દ્વારા આ દિવસનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે ગાંધીનગરમાં બજરંગ દળ દ્વારા વિસ્ટા ગાર્ડન ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો.જેમાં બજરંગ દળના કાર્યકરોએ હાથમાં લાકડી લઈને યુગલોને ભગાડ્યા હતા. ત્યારે આ મામલે બજરંગ દળના સંયોજક સહિત કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

ગાંધીનગરમાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહેલા અને એકાંત માણી રહેલા કપલ્સને દોડાવી અને ગાર્ડનમાંથી ભગાડ્યા હતા. ત્યારે વીડીયોમાં દેખાતા કાર્યકરો બાબતે બજરંગ દળના ગણપતસિંહ વાઘેલાની પૂછતાંછ હાથ ધરવામાં આવી હતી. બજરંગ દળના કાર્યકરો પૈકી ગાંધીનગરના સંયોજક શક્તિસિંહ ઝાલા તેમજ હિતેન્દ્રસિંહ રતનસિંહ વાઘેલા ગજેન્દ્રસિંહ રઘુનાથસિંહ રહેવર, ભાર્ગવ સચિનભાઇ પટેલ અને કેયુર દિપકકુમાર જાની હોવાનુ સામે આવ્યું હતું

જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
સેક્ટર 7પોલીસે બજરંગ દળના કાર્યકરોએ ગેરકાયદેસર મંડળી રચી હાથમાં લાકડીઓ લઇ ભારતીય સંસ્કૃતિના પ્રચાર અર્થે વેલેન્ટાઇન ડે દિવસની ઉજવણી માટે ભેગા થયેલ છોકરા-છોકરીઓને ધમકાવી સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન તથા અલગ અલગ જાહેર જગ્યાએથી ભગાડ્યા હતા. ત્યારે અધીક જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતાં તેમના વિરુદ્ધ ઇપીકો કલમ 143 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: UK ગયેલા દીકરા માતાના અંતિમ સંસ્કારમાં પણ ન આવ્યા, પિતાએ સંપત્તિ દાન કરી દેતા હવે HCમાં અરજી કરી

એકાંત માણી રહેલા કપલ્સને કર્યા પરેશાન
બજરંગ દળ દ્વારા વેલેન્ટાઇન્સ ડે ના દિવસે ગાંધીનગરના સેન્ટ્ર વિસ્ટા ગાર્ડનમાં હોબાળો કર્યો હતો. મોટા પ્રમાણમાં ઘટના સ્થળે પહોંચેલા કાર્યકર્તાઓએ એકાંતની પળો માણી રહેલા કપલ્સને દોડાવી દોડાવીને બહાર કાઢ્યા હતા. યુવકો અને યુવતીઓ બજરંગ દળના કાર્યકર્તાઓ આવતા ભાગ્યા હતા. સમગ્ર ગાર્ડનમાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન કે જે ગુજરાત વિધાનસભાની સામે આ પ્રકારની ઘટના બનતા કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠ્યા છે. કાયદા જ્યાં બનતા હોય છે તે જ વિધાનસભાની સામે કાયદાનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો હતો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT