SURAT માં એક યુવકને બોનેટ પર લઇને દારૂ પીધેલા શખ્સે અનેક કિલોમીટર સુધી ઘસડ્યો

ADVERTISEMENT

Surat Police case
Surat Police case
social share
google news

સુરત : શહેરમાં રોડરેઝનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પાલ મેઇન રોડ પર આ ઘટના બની હતી. જ્યાં બે ગાડી ચાલકો વચ્ચે કોઇ બાબતે માથાકુટ થઇ હતી. જો કે બીજો કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાથી પોતાની ગાડી લઇને ભાગવા ઇચ્છતો હતો. જેથી બીજી કારનો માલિક તેના બોનેટ પર ચડી ગયો હતો. જેથી તેને ગાડીના બોનેટ પર બેસાડીને ઘસડ્યો હતો. બોનેટ પર તે વ્યક્તિને લઇને ફુલ સ્પીડમાં ગાડી ચલાવતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

કાર ચાલકને બચાવવા માટે અનેક બાઇકો પર રહેલા લોકો તેની પાછળ બાઇકો ભગાવી હતી. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ ચાલુ કરી છે. કાર ચાલકની ધરપકડ કરી લીધી છે. કાર ચાલ દારૂના નશામાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સુરતના પાલ વિસ્તારમાં મોડી રાત્રે 1 વાગ્યે લાલ વિક્ટોરિયાની સામે બે કાર વચ્ચે ટક્કર થયા બાદ ઝગડો થયો હતો. મોડી રાત્રે કારચાલક મૃગેશ બ્રહ્મભટ્ટ અને અન્ય કાર ચાલક દેવ આહીર નામના યુવક વચ્ચે અકસ્માત થયા બાદ તકરાર ચાલી રહી હતી. દરમિયાન દેવ આહીરને અકસ્માત કર્યા બાદ બહાર નિકળવાનું કહેતા કારમાંથી બહાર નીકળ્યો નહોતો અને પોતાની ગાડી પુરપાર ઝડપે હંકારી હતી.

ADVERTISEMENT

મૃગેશ બ્રહ્મભટ્ટ અને તેના મિત્રો દ્વારા કારને ઉભી રાખવાનું કહેતા અન્ય કારચાલક દેવ આહીરે કારને હંકારી મુકી હતી. દરમિયાન કારની સામે ઉભેલા મૃગેશ બ્રહ્મભટ્ટ નામનો વ્યક્તિને કારના બોનેટ પર લઇને જ ભાગ્યો હતો. કારચાલક દેવ આહીરે ત્યાંથી અઢીથી ત્રણ કિલોમીટર સુધી યુવકને ઘસડ્યો હતો. અનેક લોકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો. જો કે તે ખુબ જ સ્પીડથી ગાડી હંકારી રહ્યો હતો.

ઘટના નજરે જોનારા લોકોએ જણાવ્યું કે, રસ્તામાં અનેક લોકોએ તેને ગાડી ઉભી રાખવા માટે અપીલ કરી હતી. અનેક મનામણી બાદ ગાડી નિશાન સર્કલ પાસે ઉભી રાખી હતી. ત્યાં પણ તેણે ગાડી રિવર્સમાં ભગાવી બીજા લોકોને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તે ખુબ જ નશામાં હતો. તેની ગાડીમાં ગન, ગાંઝો અને દારૂ હોવાનો દાવો પણ ભોગન બનનાર વ્યક્તિએ કહ્યું હતું. હાલ તો પોલીસે કલમ 185 અને 189 હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT