Gujarat ના ઉદ્યોગપતિ 5 વર્ષ સુધી પોતાની જ પુત્રીનું કરતો હતો શોષણ

ADVERTISEMENT

Father rape on daughter
Father rape on daughter
social share
google news

Valsad News : જિલ્લાના વાપીમાં પિતા પુત્રીના સબંધને કલંકિત કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પિતાએ જ પોતાની પુત્રીને હવસનો શિકાર બનાવી છે. વલસાડ જિલ્લાના વાપીમાં એક ઉચ્ચ શિક્ષિત ઉદ્યોગપતિનું છૂપું રહસ્ય બહાર આવ્યું છે. આ પરિવારમાં ઉદ્યોગપતિ પિતા દ્વારા પોતાની પુત્રીનું સતત 07 વર્ષથી શોષણ કરવામાં આવતું હોવાનું પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે.

મુળ મારવાડી હાલ વાપીમાં રહીને ઔદ્યોગિક એકમ ધરાવે છે

મુળ મારવાડી અને હાલ વાપીમાં રહેતા અને દમણમાં ભાગીદારી ઔદ્યોગિક એકમ ધરાવતા એક ઉદ્યોગપતિની પરિવારની ઘૃણાસ્પદ ઘટના બહાર આવી છે. સાધન અને સંપન્ન આ પરિવારના મોભીએ પોતાની જ સગી પુત્રીનું શારીરિક શોષણ કર્યું હતું. આ કરતુત છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહ્યું હતું. તેમની પુત્રી જ્યારે 12 વર્ષની હતી ત્યારથી તેણે લાલચ આપી અધમકૃત્ય આચરવાની શરૂઆત કરી હતી. એક વાર કાળુ કૃત્ય પછી તેણે વારંવાર આચરવાનું શરૂ રાખ્યું હતું. વારંવાર જ્યારે પણ પુત્રી એકલી હોય ત્યારે પોતાની વાસના સંતોષતો હતો.

સગીરાએ કંટાળીને સમગ્ર મામલે માતાને જાણ કરી

જેમ જેમ પુત્રી મોટી થતી ગઈ તેમ તેને પોતાની સાથે થઈ રહેલા અન્યાયની વાત સમજ પડવા લાગી હતી. આ સમગ્ર ઘટનાની વાતને લઈને તેને પોતાની આપવીતી પોતાના ભાઈ અને પોતાની માતાને જણાવી હતી. સમગ્ર મામલે માતા અને ભાઈ પર આભ ફાટ્યું હતું. આ સંદર્ભે માતાએ હિંમત દાખવીને પોતાની પુત્રી સાથે વાપી ટાઉન પોલીસ મથકે જઈને ઉદ્યોગપતિ પિતા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને લઈને પોલીસ વિભાગ પણ સ્તબ્ધ થઈ ગયો હતો.

ADVERTISEMENT

પોલીસ દ્વારા પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો

પોલીસ દ્વારા આરોપી પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી પોકસો અને આઈપીસી 376 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ કલમ 164 મુજબનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી ઉદ્યોગપતિ પુત્રી અને પુત્રનો પિતા છે. તેણે પોતાની જ પુત્રીનું શારીરિક શોષણ શરૂ કર્યું છે. (તસવીર પ્રતિકાત્મક છે)
(કૌશિક જોશી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT