આબુમાં વિદ્યાર્થીઓને લઇ જઇ રહેલી બસની બ્રેકફેલ, ડ્રાઇવરે એવું પગલું ભર્યું કે તમે પણ કહેશો વાહ
ધનેશ પરમાર/બનાસકાંઠા : સુરતના ૩૫ વિદ્યાર્થીઓનો જીવનદાતા બસનો ડ્રાઇવર બન્યો હતો. માઉન્ટ આબુમાં બ્રેક ફેલ થતા ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બસ પહાડ સાથે અથડાવીને તમામને બચાવી…
ADVERTISEMENT
ધનેશ પરમાર/બનાસકાંઠા : સુરતના ૩૫ વિદ્યાર્થીઓનો જીવનદાતા બસનો ડ્રાઇવર બન્યો હતો. માઉન્ટ આબુમાં બ્રેક ફેલ થતા ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બસ પહાડ સાથે અથડાવીને તમામને બચાવી લીધા હતા. જો તમે મોટા વાહનમાં પ્રવાસી બની પ્રવાસ કરી રહ્યા હોય તો માત્ર તમે નહિ, તમારી સાથેના તમામ પ્રવાસીઓની જીદગી તે વાહનનાં સ્ટેરીંગ પર બેસેલ ચાલકના હાથમાં હોય છે. તેની આવડત ઘણી વખત તમારો જીવન બચાવતી હોય છે. આવો જ એક કિસ્સો માઉન્ટ આબુમાં બહાર આવ્યો છે.
જ્યાં સુરતથી સ્કૂલ વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ આવેલ એક બસની બ્રેક ભયજનક વળાંકમાં ફેલ થઈ હતી. બ્રેક ફેલ થતાં બસ અનિયંત્રિત થઈ, ઊંડી ખીણમાં પણ ગરકાવ થાય તેવી સ્થિતિ હતી.ત્યારે બસ ચાલકે સમયસૂચકતા વાપરી બસને પહાડ સાથે ટકરાંવતા બસ ત્યાં જ અટકી હતી. જો કે આ નાનકડી અથડામણમાં 4-5 વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા પહોંચી હતી. જો કે મોટી જાનહાની ટળી ગઇ હતી.
સુરતના વિદ્યાર્થીઓને લઈને માઉન્ટ આબુ પ્રવાસ ખાતે ખાનગી લકજરી બસ નંબર જીજે-03 -બીવી -5333 પહોચી હતી.જે બપોર બાદ પરત ફરતા ભયજનક વળાંક નજીક સાતઘુમ નજીક અચાનક બસની બ્રેક ફેલ થઈ હતી. આ આકસ્મિક આફતથી બસ ચાલક ગભરાયા વગર એલર્ટ મોડમાં આવ્યો હતો. એક તરફ ઊંડી ખીણ હતી, જ્યાં બસ ખાબકે તો મોટી જાનહાની સર્જાય તેવી શક્યતા હતી.
ADVERTISEMENT
બસમાં ૩૫ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ વાત સમજે તે પહેલા જ ચાલકે ત્વરિત નિર્ણય લઇને બસને અટકાવવા માટેનો નિરણય લીધો હતો. બસને રોકવા આવી સ્થિતિમાં અટકાવવા માટે બસને પહાડ સાથે અથડાવી દીધી હતી. જોરદાર અવાજ સાથે બસ આપોઆપ પહાડીથી અથડાઇને ઉભી રહી ગઇ હતી. જોકે બસમાં બેસેલા ૪ – ૫ બાળકોને તેમાં નાનીમોટી ઈજાઓ પહોંચી હતી.
જો કે મોટી જાનહાનિ ટળી ગઈ હતી. જે બાદ આબુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી,અને ક્રેન વડે બસને રસ્તામાંથી હટાવી યાતાયાતને સામાન્ય કર્યો હતો. જોકે આ ઘટનામાં ચાલકની સમયસૂચકતા અને કોઠાસૂઝથી ૩૫ વિદ્યાર્થીઓનું જીવન બચ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT