Limbdi માં માતા-પુત્રની હત્યા મામલે મોટો ખુલાસો, પતિ જ નીકળ્યો હત્યારો; કારણ જાણી હચમચી જશો
માતા-પુત્રની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો પતિ ચિરાગે જ બંનેની હત્યા કરી હોવાનો ખુલાસો પોલીસ આ મામલે કરી રહી છે વધુ તપાસ Limbdi Crime News: સુરેન્દ્રનગર…
ADVERTISEMENT
- માતા-પુત્રની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો
- પતિ ચિરાગે જ બંનેની હત્યા કરી હોવાનો ખુલાસો
- પોલીસ આ મામલે કરી રહી છે વધુ તપાસ
Limbdi Crime News: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે થયેલી માતા-પુત્રની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. લીંબડીની ભીમનાથ સોસાયટીમાં રહેતા સોનલબેન અને તેમના 11 વર્ષના પુત્રની હત્યા ખુદ તેમના પતિ ચિરાગે કરી હોવાનો પોલીસની તપાસમાં ધડાકો થયો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે ચિરાગને માતા-પુત્ર ગમતા ન હોવાથી છેલ્લા ઘણા સમયથી ઘરમાં કંકાસ ચાલતો હતો. અંતે 30 જાન્યુઆરીએ ચિરાગ સોનલબેન અને તેમના પુત્રની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરની ભીમનાથ સોસાયટીમાં ગઈકાલે વહેલી સવારે એક મકાનમાં એક પરિણીતા અને તેમના 11 વર્ષીય પુત્રના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં પડ્યા હોવાની વાત વહેતી થતાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. લીંબડી પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને માતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તપાસ હાથ ધરી હતી. માતા-પુત્રના મૃતદેહ મળવા છતાં પરિણીતાના પતિ ન મળી આવતા તેમની પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પરિણીતાના પરિવારજનોએ કર્યા હતા આક્ષેપ
આ ઘટનાની જાણ થતાં પરિણીતા સોનલબેનના સ્વજનો હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને મૃતકના પતિ ચિરાગ જગદીશભાઈ લાદોલાને દારૂ પીવાની ટેવ હોવાથી અને તે હાજર ન હોવાથી સ્વજનોએ જમાઈ ચિરાગ પર આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત પરિવારજનોએ ચિરાગ ઝડપાઈ ન જાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની હઠ પકડી હતી. જેથી પોલીસે પણ મૃતક સોનલબેનના પતિ ચિરાગ લાદોલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જે બાદ પોલીસની તપાસમાં ચિરાગે જ માતા-પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
(ઈનપુટઃ સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)
ADVERTISEMENT