બોરસદ તાલુકાના સ્વાતંત્ર્ય પર્વની આમંત્રણ પત્રિકામાં છબરડો
હેતાલી શાહ, ખેડા: સમગ્ર દેશમાં 15મી ઓગષ્ટના રોજ સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી કરવામા આવશે. કેટલાક એવા અધિકારીઓ હોય છે જેમને સ્વાતંત્ર્યતા દિવસ (indipandance day) અને પ્રજાસત્તાક…
ADVERTISEMENT
Borsad taluka's Independence Day invitation card
હેતાલી શાહ, ખેડા: સમગ્ર દેશમાં 15મી ઓગષ્ટના રોજ સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી કરવામા આવશે. કેટલાક એવા અધિકારીઓ હોય છે જેમને સ્વાતંત્ર્યતા દિવસ (indipandance day) અને પ્રજાસત્તાક દિવસ કોને કહેવાય એની ખબર જ નથી હોતી. અને જો આ ભૂલ સામે આવે તો બાય બાય ચાયણી કરવામા આવે છે. આવો જ એક છબરડો આણંદ જીલ્લાના બોરસદમાં સામે આવ્યો છે.
દેશના સ્વાતંત્ર્ય દિવસ (indipandance day)ની જોર શોરથી તૈયારી કરવામાં આવી રહી છે. એક તરફ સરકાર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે. ત્યારે બોરસદ તાલુકાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પત્રિકામાં મોટો છબરડો સામે આવ્યો છે. સ્વાતંત્ર્ય પર્વની જગ્યાએ પ્રજાસત્તાક દિવસ લખવામાં આવ્યું છે. 15 ઓગષ્ટના રોજ થનાર ઉજવણી માટે તાલુકા વિકાસ અધિકારી જયોતિબેન દેસાઈના નિમંત્રણવાળી પત્રિકામાં 15 ઓગસ્ટ પર્વના આમંત્રણ પત્રિકામાં પર્વનું નામ જ ખોટુ લખ્યું જેને લઈને વિવાદ ઉભો થયો છે.
દોષનો ટોપલો અન્ય પર ઢોળ્યો
આમંત્રણ પત્રિકામાં સ્વાતંત્ર્ય દિન (indipandance day)ની ઉજવણીને બદલે પ્રજાસતાક દિનનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. આ મોટી ભૂલ જીલ્લા વિકાસ અધિકારીના ધ્યાને આવતા તેઓ તાલુકા વિકાસ અધિકારી પર અકળાયા હતા. જેને લઈને બોરસદ તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન દેસાઈએ પ્રિન્ટિંગ પ્રેસની ભુલ હોવાનું બહાનું આગળ ધર્યું હતુ. તાલુકા વિકાસ અધિકારીએ દોષનો ટોપલો અન્ય પર ઢોળી પોતાનો બચાવ કર્યો છે. તાત્કાલિક પોતાની ભૂલને સુધારવા માટે તેમના દ્વારા નવી આમંત્રણ પત્રિકા છપાવવામાં આવી . આમંત્રણ પત્રિકા તો નવી આવી ગઈ પરંતુ 15મી ઓગષ્ટ ને 26મી જાન્યુઆરી પર્વના નામ જ કેટલાય સરકારી અધિકારીઓને ખબર ન હોવાનુ લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે.
આઝાદીને 75 વર્ષ થયા છતાં જો આવા સરકારી અધિકારીને આઝાદી પર્વને શું કહેવાય એ ખબર નથી તો વહીવટી કામગિરિમાં કેટલા છબરડા કર્યા હશે તે મહત્વનો સવાલ છે. તંત્રએ આમંત્રણ પત્રિકા તો બદલી કાઢી પરંતુ લોકોના મનમાં તેમની પડેલી ખરાબ છબીનું શું થશે. પ્રજાસત્તાક પર્વ અને સ્વાતંત્ર્ય પર્વ (indipandance day) વચ્ચેનો તફાવતને લઈને બોરસદમાં મામલો ગરમાયો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT