વિવાદ સાથે 'રૂપસુંદરી'નો જૂનો નાતોઃ હાઈપ્રોફાઈલ કેસમાંથી બચાવવા ભાજપના મોટા નેતા પડ્યા હતા વચ્ચે, છતાં ન સુધરી
Kutch Nita Chaudhary Case: કચ્છમાં દારુ અને બુટલેગર સાથે ઝડપાયેલી CID ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી (Nita Chaudhary) સામે મોટું એક્શન લેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
Kutch Nita Chaudhary Case: કચ્છમાં દારુ અને બુટલેગર સાથે ઝડપાયેલી CID ક્રાઈમની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી (Nita Chaudhary) સામે મોટું એક્શન લેવામાં આવ્યું છે. કચ્છના પોલીસ વડા સાગર બાગમાર દ્વારા નીતા ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. પોલીસે બુટલેગર અને નીતા ચૌધરીની ધરપકડ કરીને તેની સામે ગુનો નોંધ્યો છે. નીતા ચૌધરીની તપાસમાં અનેક મોટા ખુલાસા થઈ રહ્યા છે.
દારૂ અને બુટલેગર સાથે ઝડપાઈ
કચ્છના ભચાઉમાં સીઆઈડીની કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા ગાડીમાં દારુની મહેફિલ માણતા ઝડપાયા હતા. પોલીસ દ્વારા આરોપીઓ દારું ક્યાંથી લાવ્યા હતા અને તેમાં કોની-કોની સંડોવણી છે તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં મોટો ખુલાસો થયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, નીતા ચૌધરી જ રાજસ્થાનથી કચ્છ દારુ લાવી હતી.
ADVERTISEMENT
મોટા-મોટા નેતાઓ સુધી પહોંચ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નીતા ચૌધરી અગાઉ પણ અનેકવાર વિવાદમાં આવી ચૂકી છે. જોકે, કોઈ મોટા નેતા દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવતા તે વધારે ચર્ચામાં આવી નહોતી અને સમગ્ર મામલો દબાઈ ગયો હતો. એવું પણ કહેવાય છે કે તેની મોટા-મોટા અધિકારીથી લઈને દિગ્ગજ નેતા મોટા નેતાઓ સુધી પહોંચ છે. એટલું જ નહીં તેનો પતિ પણ રાજકારણી છે, તેના પતિનું ગામ વતન બનાસકાંઠા-રાજસ્થાન બોર્ડ પર આવેલું છે. તે સ્થાનિક રાજકારણમાં ખૂબ જ સક્રિય છે.
અગાઉ પણ એક કેસમાં ફસાઈ હતીઃ સૂત્રો
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતના એક દિગ્ગજ નેતા સાથે તેના ખૂબ જ નજીકના સંબંધ છે. આ નેતાઓએ જ નીતા ચૌધરીને અગાઉ એક હાઈપ્રોફાઈલ કેસમાં ફસાતા માંડ-માંડ બચાવી હતી. તેને હાઈપ્રોફાઈલ કેસમાંથી બચાવવા આ નેતાએ જ ભલામણ કરી હતી.
ADVERTISEMENT
પોલીસ વર્ધીમાં બનાવ્યો હતો વીડિયો
નીતા ચૌધરી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેને 78 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની રીલ્સ બનાવીને શેર કરતી રહે છે. તેણે પોલીસ યુનિફોર્મ પહેરીને ડાયલોગબાજીનો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જેથી આ મુદ્દે સિનિયર પોલીસ અધિકારીઓએ નીતા ચૌધરીને બોલાવીને ઠપકો પણ આપ્યો હતો. પરંતુ નીતા ચૌધરીને વર્તનમાં કોઈ ફરક આવ્યો ન હતો.
ADVERTISEMENT
શું આ વખતે પણ બચી જશે?
ત્યારે હવે જોવાનું એ સહેશે કે ભૂતકાળની જેમ જ આ વખતે પણ તે બચી જશે કે પછી તેના સામે આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે....
ADVERTISEMENT