અમદાવાદ ફરી શર્મશારઃ દુષ્કર્મ બાદ નરાધમે 7 વર્ષની બાળકીને ઉતરી મોતને ઘાટ, સ્થાનિકોમાં આક્રોશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ahmedabad News: અમદાવાદમાંથી હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે. જેમાં નરાધમે 7 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચરી તેને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો નરાધમને ફાંસી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

લાલચાવી ઘરે લઈ ગયો નરાધમ

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી ઈશા (નામ બદલ્યું છે) નામની સાત વર્ષીય બાળકી પોતાના ઘરની બહાર રમી રહી હતી. ત્યારે બાજુમાં રહેતો ઉમાશંકર સહાના નામનો નરાધમ બાળકીને લાલચ આપીને ઘરે લઈ ગયો હતો. જ્યાં તેણે ઈશા સાથે શારીરિક અડપલા કર્યા હતા. જેથી બાળકી બૂમા બૂમ કરતા નરાધમ ગભરાઈ ગયો હતો અને બાળકીનું મોઢું-ગળું દબાવ્યું હતું. આ દરમિયાન શ્વાસ રૂંધાઈ જવાથી બાળકીનું મોત નિપજ્યું હતું.

પોલીસની ટીમ દોડી આવી ઘટનાસ્થળે

મોડે સુધી ઈશા ઘરે ન આવતા માતા-પિતાએ તેની શોધખોળ હાથ ધરી હતી. ઈશા અવારનવાર ઉમાશંકરના ઘરે રમવા જતી હોવાથી માતા-પિતા તેના ઘરે પહોંચ્યા હતા. જ્યાં ઘરમાંથી ઈશા મૃત હાલતમાં મળી આવી હતી. તો બાળકીના કપડા વેરવિખેર હતા અને ગુપ્તભાગમાં ઈજાઓ થયેલી હતી. જેથી માતા-પિતા સહિત આજુબાજુના લોકોએ નરાધમની બરાબરની ધોલાઈ કરી હતી. તો આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા વટવા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

ADVERTISEMENT

પોલિયોથી પીડાતી હતી બાળકી

આ દરમિયાન પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, બાળકીનો પરિવાર થોડાદિવસ અગાઉ જ બિહારથી અમદાવાદ આવ્યો હતો. બાળકી પોલિયોથી પીડાતી હતી, જેથી તેની સારવાર માટે પરિવાર અમદાવાદ આવ્યો હતો. હાલ પોલીસે નરાધમને ઝડપી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT