અમરેલીમાં માનવભક્ષી દીપડાની રંજાડ: ખેતરમાંથી 7 વર્ષના બાળકને ઉઠાવી જઈ ફાડી ખાધો, પરિવારમાં શોક
Amreli News: ગુજરાતમાં દીપડાએ હુમલો કર્યાની અનેક ઘટનાઓ બની રહી છે. જંગલ વિસ્તાર છોડીને દીપડાઓ હવે ગામ્ય વિસ્તારોમાં આંટાફેરા કરી રહ્યા છે. તાજેતરમાં જ રાજકોટ…
ADVERTISEMENT
Amreli News: ગુજરાતમાં દીપડાએ હુમલો કર્યાની અનેક ઘટનાઓ બની રહી છે. જંગલ વિસ્તાર છોડીને દીપડાઓ હવે ગામ્ય વિસ્તારોમાં આંટાફેરા કરી રહ્યા છે. તાજેતરમાં જ રાજકોટ શહેરના ભાગોડે દીપડો જોવા મળતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, આ દીપડો હજુ પાંજરે પૂરાયો નથી, તેવામાં અમરેલીમાં આદમખોર દીપડાએ 7 વર્ષના માસુમ બાળકનો જીવ લીધો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. હાલ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે અલગ અલગ પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે.
7 વર્ષના બાળકને લઈને ભાગ્યો દીપડો
મળતી માહિતી અનુસાર, અમરેલી તાલુકાના તળાવ ગામ નજીક આવેલા રમણીકભાઈ દેવાણીના ખેતરમાં અચાનક દીપડો આવી ચડ્યો હતો અને ખેત મજૂર પરિવારના 7 વર્ષના બાળક અમિતને દબોચી લીધો હતો. જે બાદ દીપડો બાળકને લઈને ભાગ્યો હતો. જોકે, બાળકના પરિવારજનો બૂમાબૂમ કરવા લાગતા દીપડો બાળકને લોહિયાળ હાલતમાં જ છોડીને નાસી છૂટ્યો હતો.
બાળકનું મોત થતાં પરિવારમાં શોક
આ અંગેની જાણ થતાં આસપાસના ખેતરમાંથી ખેડૂતો દોડી આવ્યા હતા અને બાળકને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ડોક્ટરે અમિતને મૃત જાહેર કર્યો હતો. રમણીકભાઈના ખેતરમાં ખેતમજૂરી કરતા મધ્ય પ્રદેશના પરિવારના બાળકનું મોત થતાં પરિવારમાં શોક છવાયો હતો.
ADVERTISEMENT
વન વિભાગના અધિકારીઓ થયા દોડતા
આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને પરિવારજનોના નિવેદનો લીધા હતા. જે બાદ અમરેલી ડિવિઝનના ઈન્ચાર્જ IFS સદીક મુંજવારની સૂચનાથી વન વિભાગના અધિકારીઓ દીપડાને પાંજરે પૂરવા માટે તજવીજ હાથ ધરી છે.
ADVERTISEMENT