4 વર્ષના બાળકને દિપડો ઘસડી ગયો, લોકો રોજ જીવ હથેળી પર લઇને ફરે છે
ઘોઘંબા : પંથકમાં સતત અવાર નવાર માનવ ભક્ષી દીપડા દ્વારા હુમલા કરવાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. અનેક કિસ્સાઓમાં માનવભક્ષી દીપડાઓ દ્વારા માનવ પર હુમલા…
ADVERTISEMENT
ઘોઘંબા : પંથકમાં સતત અવાર નવાર માનવ ભક્ષી દીપડા દ્વારા હુમલા કરવાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. અનેક કિસ્સાઓમાં માનવભક્ષી દીપડાઓ દ્વારા માનવ પર હુમલા કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ અનેકવાર બની ચુકી છે. સ્થાનિકો માટે બહાર નિકળવું એટલે કે રોજિંદી રીતે કાળ સાથે બાથ ભીડવા જેવું બની ગયું છે. આવી જ એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.
રાત્રે પરિવાર સુઇ રહ્યો હતો અને દિપડાએ હુમલો કર્યો
આજે માલુ ગામના રાઠવા ફળિયામાં રહેતા કલસિંગભાઈ ઢેડિયાભાઈ રાઠવાના ઘરે તેઓની પુત્રીનો પુત્ર ભીખાપુરાના મુવાડા ગામે રહેતા અમિતભાઇ મહેશભાઈ રાઠવા મામાને ત્યાં મહેમાન થઇને આવ્યો હતો. રાત્રે 1 વાગ્યાની આસપાસ લગભગ 4 વર્ષના અમિતને અચાનક દિપડાએ હૂમલો કર્યો હતો. આ હૂમલામાં દીપડો તેને લગભગ 500 મીટર દૂર સુધી ઢસડીને ગયો હતો. આ અંગેની જાણ સ્થાનિક ગામ લોકોને થતા ફોરેસ્ટ વિભાગને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.
ઘટનાની માહિતી મળ્યા બાદ તંત્ર દોડી આવ્યું
ઘટનાની માહિતી મળતાની સાથે જ ઘોઘંબા RFO ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વન વિભાગની ટિમ દ્વારા તાત્કાલિક બાળકની શોધખોળ શરૂ કરી હતી. સવારે 8 વાગ્યાની આસપાસ માથાથી ધડ અલગ હોય તેવી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા મૃતદેહને PM અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘોઘંબા તાલુકાના જંગલ વિસ્તારમાં અવારનવાર આવી ઘટના છાસવારે બનતી હોય છે.
ADVERTISEMENT
ફોરેસ્ટ વિભાગને પશુઓ કરતા લોકોને ડારવામાં વધારે રસ
અત્રે ઉલ્લેખનીય છે કે, જંગલ વિસ્તારમાં સામાન્ય રીતે લોકો ખુલ્લા ફળીયામાં રહેતા હોય છે અથવા રાત્રે સુતા હોય છે. જો કે હવે જંગલી પશુ પ્રાણીઓનાં ત્રાસના કારણે લોકોને બહાર નિકળવું મુશ્કેલ થઇ રહ્યું છે. નાગરિકો સતત વન વિભાગની કામગીરી પ્રાણીઓને કાબુમાં રાખવાનાં બદલે સ્થાનિકોને કાબુમાં રાખવાનું અને રંઝાડવાનું વધારે થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT