19 વર્ષની યુવતીએ કોઈ તાલીમ વગર જ શરૂ કર્યો બિઝનેસ, લોકોની લાઈનો લાગી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતીઓ કોઈ પણ ઉમરમાં પોતાનો બિઝનેસ શરૂ કરે છે. ત્યારે એક કહેવત વી પણ છે કે ગુજરાતીઓના લોહીમાં જ વેપાર હોય છે. ત્યારે અમદાવાદની 19 વર્ષની યુવતીએ કોઈ પણ તાલીમ વગર ચીઝ કેક બનાવી રહી છે. આ યુવતીની ચીઝ કેક ખાવા લોકોની લાઇન લાગે છે.

અમદાવાદ સહિત રાજ્યમાં હાલમાં ચીઝ કેકનો ટ્રેન્ડ લોકપ્રિય થઈ રહ્યો છે. શહેરમાં અનેક લોકો હવે ઘરે બનાવેલી ચીઝ કેક વેચી રહ્યા છે. ત્યારે અમદાવાદની 19 વર્ષની યુવતીએ પણ આ ટ્રેન્ડને અનુસરવાનું શરૂ કર્યું છે. નાની ઉંમરે તે પોતાની જાતે કોઈ પણ તાલીમ વગર ચીઝ કેક બનાવી રહી છે અને તેનું એક અલગ રીત પણ તૈયાર કરી છે.

1 કલાકમાં જ કેક વેચાય જાય છે
અમદાવાદની ક્રિશ્મા શાહ સાંજે 6 વાગ્યેથી તેમનો વ્યવસાય શરૂ કરે છે. લોકો તેમના આગમનની આતુરતાથી રાહ જોતા હોય છે. ઘણી વખત તેમના આવ્યા પહેલા જ લોકો તેમની રાહ જોઈને બેઠા હોય છે. તેમણે જણાવ્યું હતું કે, ક્રિશ્મા શાહની ચીઝ કેક લોકોને ખૂબ જ પસંદ છે. એક કલાકમાં તેમની બધી ચીઝ કેક વેચાય જાય છે.

ADVERTISEMENT

કોઈ જ તાલીમ વગર બનાવી કેક
ત્યારે 19 વર્ષની ક્રિશ્મા શાહે ચીઝ કેકને લઈ જણાવ્યું હતું કે, તેમણે જાતે જ ઘરે ચીઝ કેક બનાવતા શીખી છે. પહેલાથી જ ચીઝ કેક બનાવવાનો શોખ હતો. અવનવા અખતરા કરીને ઘરે જ ચીઝ કેક બનાવતા શીખી હતી. જેમાં તેમની સ્પેશિયલ ડિશ કુકીડો ચીઝ કેક છે. આ ખાસ કેકમાં ચોકલેટ હોય છે અને સાથે જાંબલી રંગમાં આવે છે.

    follow whatsapp

    ADVERTISEMENT