SURAT માં 12 વર્ષની તરૂણી પોતાના પ્રેમી સાથે નગ્નાવસ્થામાં મળી આવતા ચકચાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : શહેરમાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ કિસ્સો વાંચીને દરેક માતા પિતાએ સચેત અને જાગૃત થઇ જવાની જરૂર છે. ઘટના અંગે મળતી માહિતી અનુસાર ધોરણ 7 માં અભ્યાસ કરતી 12 વર્ષની બાળા પોતાના ઘરે ટેસ્ટ હોવાથી વાંચવાનું બહાનુ કરીને બીજા રૂમમાં વાંચી રહી હતી. જો કે મોડી રાત્રે તેના માતા-પિતા સુઇ ગયા બાદ તે માતા પિતાને રૂમમાં પુરીને પ્રેમી પાસે ગઇ હતી.

પિતા જાગી જતા સમગ્ર મામલે ભાંડો ફુટ્યો
જો કે અચાનક જાગી ગયેલા પિતાએ રૂમ ખોલવાનો પ્રયાસ કરતા રૂમ ખુલ્યો નહોતો. જેથી તેમણે પાડોશીને ફોન કરીને પોતાનું ઘર ખોલાવ્યું હતું. ત્યાર બાદ પુત્રીની તપાસ કરતા તે પણ ગુમ હતી. જેથી આસપાસ તપાસ કરી હતી. દરમિયાન ધાબે જઇને જોતા તેઓ ચોંકી ગયા હતા. ત્યાં પોતાની 12 વર્ષની પુત્રી 23 વર્ષના પ્રેમી સાથે નગ્ન અવસ્થામાં મળી આવી હતી.

રોષે ભરાયેલા સ્થાનિકોએ યુવકની ધોલાઇ કરી
રોષે ભરાયેલા પરિવાર અને અન્ય લોકોએ યુવકને ધોલાઇ કરી હતી. આ ઉપરાંત તેમણે તરૂણીની કડકાઇથી પુછપરછ કરતા તેઓ લાંબા સમયતી ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવ્યા હોવાનું અને વારંવાર શારીરિક સંબંધો પણ બાંધતા હોવાનું સ્વિકાર્યું હતું. હાલ તો તરૂણીના પરિવાર દ્વારા યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે યુવકને ઝડપી લઇને ફરિયાદ દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

(તસવીર પ્રતિકાત્મક)

    follow whatsapp

    ADVERTISEMENT