PM દ્વારા 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કરાયું, ગુજરાતને મળી 11 ટ્રાન્સિટરની ભેટ

ADVERTISEMENT

PM દ્વારા 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કરાયું, ગુજરાતને મળી 11 ટ્રાન્સિટરની ભેટ
PM દ્વારા 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કરાયું, ગુજરાતને મળી 11 ટ્રાન્સિટરની ભેટ
social share
google news

નવી દિલ્હીઃ વીડિયો કોન્ફરન્સીં મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 18 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા આ રેડિયો કનેક્ટિવિટી વધારવા માટેના પ્રોજેક્ટથી એફએમ રેડિયો કનેક્ટિવિટીને વેગ મળશે. ઉલ્લેખનીય છે કે ગુજરાતને તેમાંથી 11 ટ્રાન્સમિટર મળ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં રેડિયો કનેક્ટિવિટી વધારવા માટેના 91 FM ટ્રાન્સમિટર્સનું ઉદ્ઘાટન કર્યું તેને લઈને તેમણે કહ્યું કે, થોડા દિવસો પછી હું રેડિયો પર મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ કરવા જઈ રહ્યો છું. મન કી બાત કરતા તેમણે કહ્યું કે, દેશના લોકો સાથે આ પ્રકારનું ભાવનાત્મક જોડાણ રેડીયો થકી જ શક્ય બન્યું હતું. હું દેશના લોકોની શક્તિ સાથે જોડાયેલો રહ્યો છું.

ADVERTISEMENT

તેમણે કહ્યું કે, ઓલ ઈન્ડિયા રેડિયોની એફએમ સેવાનું આ વિસ્તરણ ઓલ ઈન્ડિયા FM બનવાની દિશામાં મોટું પગલું છે. ઓલ ઈન્ડિયા રેડિયોના 91 FM ટ્રાન્સમિશનની શરૂઆત દેશના 85 જિલ્લાના 2 કરોડ લોકો માટે એક ભેટ સમાન છે. આજે ભારતના દરેક ગામે ઓપ્ટિકલ ફાઈબર પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. મોબાઈલ અને તેના ડેટાની કિંમત એટલી ઘટી ગઈ છે કે એક્સેસ ઓફ ઈન્ફર્મેશન સરળ બની ગયું છે.

    follow whatsapp

    ADVERTISEMENT