ઘેલછા! કેનેડાથી અમેરિકામાં ઘુસવા જતા ચૌધરી પરિવાર 4 સભ્યો ડુબ્યા, 3 ના મૃતદેહો મળ્યા

ADVERTISEMENT

Chaudhry Family of Mehsana drown in canada rivar
Chaudhry Family of Mehsana drown in canada rivar
social share
google news

કામિની આચાર્ય/મહેસાણા : વિદેશ જવાની ઘેલછામાં હવે ગુજરાતીઓ ગમે તેવા સાહસ ખેડવા માટે તૈયાર થઇ જાય છે. મહેસાણાના ડિંગુચા પરિવારની શાહી હજી સુકાઇ નથી ત્યાં વધારે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વિજાપુરના માણેકપુરાના ચૌધરી પરિવારના 4 સભ્યોનાં મોત નિપજ્યા હોવાના સમાચારથી હડકંપ મચ્યો છે. વિદેશમાં બિનકાયદેસર રીતે ઘુસરણખોરીનો પ્રયાસ કરવા દરમિયાન એક આખો પરિવારે પોતાનો જીવ ગુમાવ્યો હતો. લેભાગુ એજન્ટો મનફાવે તેટલા રૂપિયામાં વિચિત્ર વિચિત્ર તરકીબો દ્વારા અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં ઘુસાડવાની લાલચ આપે છે. જેના કારણે અનેક લોકો વિદેશ જવાની ઘેલછામાં પોતાના જીવના જોખમે કરોડો રૂપિયા ખર્ચીને ત્યાં પહોંચવા માટે તલપાપડ થાય છે.

મહેસાણામાં બિનકાયદેસર વિદેશ મોકલતા એજન્ટો મોટા પ્રમાણમાં સક્રિય થયા છે. કેનેડામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા માણેકપુરાના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ગુજરાતના મહેસાણાના ડાભલા માણેકપુરાનો ચૌધરી પરિવાર મોતના મુખમાં ધકેલાયો છે. એક જ પરિવારના ચાર સભ્યોના મોતને પગલે નાનકડા માણેકપુરા ગામમાં શોકનો માહોલ સર્જાયો છે. સમાચાર જાણતાની સાથે જ ગામજનો ઘરે પહોંચીને પરિવારના અન્ય સભ્યોને આશ્વાસન આપ્યું હતું.

કેનેડા પોલીસ તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે, માણેકપુરા ગામના માતા પિતા તેમજ પુત્ર અને પુત્રી બોટ દ્વારા સેન્ટ લોરેન્સ નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે ક્યુબેકના એક વિસ્તારમાં બોટ પલટી ખાઈ જતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયા છે.અમેરિકન પોલીસના કહેવા મુજબ પરિવાર જે બોટમાં મુસાફરી કરી રહ્યો હતો તે બોટ ઘણી નાની હતી અને આવી સ્થિતિમાં ભારે વરસાદ અને પવનના કારણે બોલ્ટ પલટી ખાઈ જતા ઘટના બની છે. સાથોસાથ અમેરિકન પોલીસના કહેવા મુજબ બુધવારે રાત્રે આ વિસ્તારમાં ભારે પવન અને વરસાદ સાથે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ સંજોગોમાં પાણીમાં ઉતરવાનો એ સમય સારો ન હોવા છતાં એજન્ટ દ્વારા બોટમાં બે પરિવારોને અમેરિકામાં ઘૂસણખોરી કરાવવાના પ્રયાસમાં કુલ આઠ વ્યક્તિઓના મોત થયા છે.

ADVERTISEMENT

ચૌધરી સમાજના એક જ પરિવારના પ્રવીણભાઈ ચૌધરી(50 વર્ષ) મીત ચૌધરી (20 વર્ષ) વિધિ ચૌધરી (24 વર્ષ) ની ઘટનામાં મોત થતા નાનકડા માણેકપુરા ગામમાં સોકરો માહોલ સર્જાયો છે.દક્ષાબેન ચૌધરી (ઉ.વ 50) ની શોધખોળ સ્થાનિક પોલીસ ચલાવી રહી છે. ગામના આગેવાનોના કહેવા મુજબ વિદેશ જવાની ઘેલછામાં વધારે એક પરિવાર મોતના મુખમાં ધકેલાયો છે. અનેક વ્યક્તિઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે છતાં કરોડો ખર્ચીને લોકો કેનેડા અમેરિકા જઈ રહ્યા છે ત્યારે અહીં વતનમાં બેઠેલા તેમના પરિવારજનોને તેમની ચિંતા હંમેશા સતાવતી રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જો કે કેનેડા પોલીસ દ્વારા 3 લોકોના મોતની જ પૃષ્ટી કરવામાં આવી છે કારણ કે 3 લોકોના મૃતદેહો જ મળી આવ્યા છે. જ્યારે એક અન્ય મૃતદેહની શોધખોળ ચાલી રહી છે.

વિજાપુરના માણેકપુરાનો પરિવાર 3 ફેબ્રુઆરીએ કેનેડા ફરવા જવાનું કહીને રવાના થયો હતો. સચિન વિહોલ નામના એજન્ટ મારફત પરિવારને વિઝીટર વિઝા મળ્યા હતા અને તેઓ ફરવા જઇ રહ્યા છે તેવું કહીને ઘરેથી નિકળ્યાં હતા. જો કે ત્યાં ફરવા ગયેલા પરિવારના ચાર લોકોનો પોતાના પરિવાર સાથે 15 દિવસ પહેલા જ સંપર્ક કપાઇ ચુક્યો હતો. મૃત્યુ થયું તેના 15 દિવસ પહેલાથી વતન સાથે સંપર્ક કપાયો હતો. 1 એપ્રિલે ચૌધરી સમાજના ગ્રુપ તથા સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા હતા. અમેરિકાની સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જતા કુલ 8 ભારતીયોના મૃત્યુના સમાચાર હતા. 2 એપ્રિલે ખબર પડી કે માણેકપુરાના 4 સભ્યો પણ નદીમાં ડૂબી ગયા છે. સેન્ટ લોરેન્સ નદીમાં પરિવારના 4 સભ્યો ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક પોલીસ પણ આવી હતી અને તેમણે મૃતકના નાના ભાઇ પાસે ઘટના કન્ફર્મ કરી હતી. 4માંથી 3 ના મૃતદેહ મળ્યા છે જ્યારે હજી એક મૃતદેહ શોધવામાં આવી રહ્યો છે. મૃતક ચૌધરી પરિવાર ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. મૃતક પરિવારનું વિદેશમાં કોઈ જ સંબંધી નહોતું તેઓ વિઝીટર વિઝા પર ફરવા ગયા હતા. સ્થાનિક પોલીસ બોટના માલિકને શોધી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT