હચમચાવી નાખે એવી ઘટનાઃ રાજકોટમાં 7-8 કૂતરાઓએ 4 વર્ષની બાળકીને ફાડી ખાધી, પરિવારમાં છવાયો શોક

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajkot News: રાજ્યમાં રખડતા ઢોર બાદ હવે શ્વાનનો ત્રાસ ચિંતાજનક હદે વધી ગયો છે. રસ્તે રખડતા શ્વાન પહેલા રાહદારીઓ કે ટુ-વ્હીલર ચાલકોની પાછળ દોડીને પરેશાન કરતા હતા, પરંતુ હવે તો ઘરના આંગણે રમતા બાળકો પણ શ્વાનના ત્રાસનો ભોગ બની રહ્યાં છે. ત્યારે આજે રાજકોટમાંથી હચમચાવી નાખે એવા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં 4 વર્ષની બાળકી પર 7-8 જેટલા શ્વાને હુમલો કરતા બાળકીનું મોત નિપજ્યું છે.વ્હાલસોયીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તો આ મામલે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

4 વર્ષની માસૂમ પર કર્યો હુમલો

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં 4 વર્ષની બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી. ત્યારે 7-8 જેટલા શ્વાનના ટોળાએ બાળકી પર હુમલો કર્યો હતો. જેમાં માસુમ બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

બનાવને પગલે સ્થાનિકોમાં આક્રોશ

આ બનાવને પગલે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, રખડતા શ્વાનને લઈને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. છતાં કાર્યવાહી કરવામાં ન આવતા બાળકીનો ભોગ લેવાયો છે.

ADVERTISEMENT

મનપાએ હાથ ધરી કાર્યવાહી

અત્રે ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટના બાદ તંત્ર જાણે ઊંઘમાંથી જાગ્યુ હોય તેમ મનપાની ટીમ કામે લાગી ગઇ છે. ટીમ જંગલેશ્વર વિસ્તારમાં રખડતા શ્વાનને પકડવાની કાર્યવાહી કરી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT