તપાસમાં માહેર ગુજરાતના 6 પોલીસકર્મીઓને ‘કેન્દ્રિય ગૃહમંત્રી પદક’થી સન્માનિત કરાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: દેશના 140 પોલીસકર્મીઓને વર્ષ 2023માં ‘યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સેલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન’ એનાયત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારો મેળવનારા કર્મચારીઓમાં 15 સીબીઆઈના, 12 NIAના, 10 ઉત્તર પ્રદેશના, કેરળ અને રાજસ્થાનના નવ-નવ, તામિલનાડુના આઠ, મધ્યપ્રદેશના સાત અને ગુજરાતના છ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ સિવાય બાકીના અન્ય રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સંગઠનોમાંથી છે. પુરસ્કારો મેળવનારા કર્મચારીઓમાં 22 મહિલા પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

ગુજરાતના પોલીસ અધિકારીઓને મળ્યુ સન્માન

1. સુનિલ જોશી (SP)

ADVERTISEMENT

2. સુનિલ રવિન્દ્ર અગ્રવાલ(DCP) IPS

3. વીરભદ્રસિંહ મહિપતસિંહ જાડેજા (DYSP)

ADVERTISEMENT

4. સરદારસિંહ જીવાભાઈ બારીયા (Inspector)

ADVERTISEMENT

5. નીખિલ રમેશચંદ્ર બ્રહ્મભટ્ટ (inspector)

6. હરદીપસિંહ પ્રતાપસિંહ ઝાલા (inspector)

અમિત શાહે NAFIS ટીમને અભિનંદન પાઠવ્યા હતા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું કે, નેશનલ ઓટોમેટેડ ફિંગરપ્રિન્ટ આઇડેન્ટિફિકેશન સિસ્ટમ (NAFIS) એ કાર્યક્ષમ વહીવટના એક તેજસ્વી ઉદાહરણ તરીકે પોતાને સ્થાપિત કર્યું છે. કારણ કે તેણે કેટેગરી-I માં વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ (DARPG) ગોલ્ડ એવોર્ડ જીત્યો છે. ઈ-ગવર્નન્સને ડિલિવર કરવામાં શ્રેષ્ઠતા માટેનો એવોર્ડ એ સમર્પણની માન્યતા છે જે સમગ્ર NAFIS ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરક્ષિત ભારતના વિઝનને સાકાર કરવા માટે ફુલ-પ્રૂફ ફિંગરપ્રિન્ટ રેકગ્નિશન સિસ્ટમ બનાવવા માટે મૂક્યું છે. મારી ટીમને હાર્દિક અભિનંદન.

    follow whatsapp

    ADVERTISEMENT