રાજ્યની મહત્વની જવાબદારી જેમના પર છે તેવા અધિકારીઓની 55% જગ્યા ખાલી

ADVERTISEMENT

Sachivalaya exam case
Sachivalaya exam case
social share
google news

ગાંધીનગર : રાજ્યમાં કામગીરીની દ્રષ્ટીએ અતિમહત્વની ગણાતી ઉપસચિવ વર્ગ-1 અને સેક્શન ઓફીસર વર્ગ-2 અને નાયબ સેક્શન અધિકારી વર્ગ-3 ની જગ્યાઓ ખાલી છે. રાજ્યના ઉપસચિવ સંવર્ગની 55 ટકાથી વધારે ખાલી જગ્યાઓ હોવાથી અધિકારીઓ પર કામનું ભારણ વધી રહ્યું છે. સરકારને પણ જાણે કે આ જગ્યાઓ ભરવામાં રસ ન હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે. કર્મચારીઓને દ્વારા પણ પોતાના પર કામનું ભારણ ઘટે તે માટે ભરતી કરવા માટે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

જો કે આ અંગે બઢતીના નિયમોની જોગવાઇઓ અનુસાર ઉપસચિવ સંવર્ગમાં બઢતી માટે સેક્શન અધિકારી વર્ગ-2 તરીકેનો 84 માસ અનુભવ પુર્ણ કરનાર અધિકારી વિચારણાપાત્ર બને છે. જેમા અનુભવની જોગવાઇએ 1/3 સમયગાળાની છુટછાટ આપીને જરૂરી અનુભવ ધાવતા સેક્શન ઓફીસરને ઉપસચિવ તરીકે બઢતી આપી જગ્યાઓ ભરવા માટેની જોગવાઇઓ રાખવામાં આવી છે. ફેબ્રુઆરી 2023 માં સેક્શન અધિકારી વર્ગ 2 સંવર્ગમાં 56 માસનો અનુભવ કેટલાક અધિકારીઓને પુર્ણ થઇ ચુકી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલ ઉપસચિવની 102 જેટલી જગ્યાઓ ખાલી છે. જો કે સરકારની ઉદાસીન નીતિના કારણે તેમાં કોઇ સીધી ભરતી કે બઢતી એક પણ પ્રકારે આ પદ ભરવામાં આવ્યા નથી. સેક્શન અધિકારી વર્ગ 2 ની 125 જગ્યાઓ ખાલી છે એટલે કે 22 ટકા જગ્યાઓ ખાલી છે. નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 ની 164 એટલે કે કુલ 10 ટકા જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત નિવૃત થનારા અધિકારીઓની ગણત્રી કરી નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT