શિક્ષણ વિભાગમાં 5360 લોકોની ભરતી થશે, ટુંક જ સમયમાં ભરતીપુર્ણ કરી નિમણુંકો આપી દેવાશે
અમદાવાદ : લાંબા સમયથી માંગણી કરી રહેલા વિદ્યા સહાયકો માટે સારા સમાચાર આવ્યા છે. આજે શિક્ષણમંત્રી દ્વારા ટેટ અંગેની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં…
ADVERTISEMENT
અમદાવાદ : લાંબા સમયથી માંગણી કરી રહેલા વિદ્યા સહાયકો માટે સારા સમાચાર આવ્યા છે. આજે શિક્ષણમંત્રી દ્વારા ટેટ અંગેની મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લેવાયેલા નિર્ણય અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી દીધી. તેમણે જણાવ્યું કે, હાલ શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં જ શિક્ષકોની ભરતીની જાહેરાત કરાશે. ત્યાર બાદ ફોર્મ ભરાવાના શરૂ થશે. આગામી સમયમાં પરીક્ષાનું પણ આયોજન કરી દેવાશે.
જો કે જિલ્લાફેર અંગે તેમણે જણાવ્યું કે, હાલ આ કેસ હાઇકોર્ટમાં છે. નિર્ણય આવ્યા બાદ ખાલી પડેલી જગ્યાઓ પર તત્કાલ ભરતી કરવામાં આવશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં પ્રક્રિયા શરૂ કરી દેવાશે. TET પરીક્ષા મુદ્દે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, છેલ્લા 3 વર્ષથી ટેટની પરીક્ષા જ નથી લેવામાં આવી. આગામી સમયમાં પરીક્ષાનું આયોજન કરીશું. સપ્ટેમ્બરના અંતે આ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. શક્ય તેટલી ઝડપથી ભરતી પુર્ણ થાય તેવો પ્રયાસ રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT