ચૂંટણી પહેલા સરકાર મહેરબાન, 8 મહાનગરપાલિકાઓના વિકાસ માટે 50 કરોડ રૂપિયા ફાળવ્યા
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દિવસેને દિવસે ગુજરાતની જનતાની સુવિધામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યની જનતા પર વિવિધ યોજનાને મંજૂરી…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દિવસેને દિવસે ગુજરાતની જનતાની સુવિધામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યની જનતા પર વિવિધ યોજનાને મંજૂરી મળી રહી છે. તથા વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે 50 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ રકમમાંથી પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ વગેરે આંતરમાળખાકીય સુવિધાના કામો હાથ ધરવામાં આવશે.
અમદાવાદને 18.53 કરોડ ફાળવ્યા
રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જે રકમ ફાળવી છે તેમાં અમદાવાદને રૂ. 18.53 કરોડ, સુરતને રૂ. 15.12 કરોડ, વડોદરાને રૂ. 5.67 કરોડ, રાજકોટને રૂ. 4.48 કરોડ, ભાવનગરને રૂ. 2.09 કરોડ તેમજ જામનગરને રૂ. 1.98 કરોડ , જૂનાગઢને રૂ. 1.04 કરોડ તેમજ ગાંધીનગરને રૂ. 1.07 કરોડની રકમનો સમાવેશ થાય છે.
થશે આ કામ
રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારોની જનસંખ્યા તથા આઉટગ્રોથ વિસ્તારની વસ્તીને ધ્યાનમાં રાખીને આ આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટેની રકમમાંથી પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઇટ વગેરે આંતરમાળખાકીય સુવિધાના કામો હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે નાણા ફાળવણીની દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રજૂ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
અત્યાર સુધીમાં 637.50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા
રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 637.50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર માટેની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં 2016-17થી અત્યાર સુધીમાં રાજ્યની મહાનગરપાલિકાઓ માટે રૂ. 549.92 કરોડ તેમજ નગરપાલિકાઓ માટે રૂ. 87.58 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે.
ADVERTISEMENT