વડોદરા જિલ્લામાં દશામાની મૂર્તિનું વિસર્જન કરતાં 5 યુવકો ડૂબ્યા, 2 યુવકોના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: જિલ્લાના સાવલી તાલુકાના કનોડા પોઈચા ગામ પાસેથી પસાર થતી મહી નદીમાં એક જ ગામના એક સગીર સહિત ત્રણ લોક ડૂબી જવાની ઘટના સામે અવી છે. ત્યારે ઢે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા સગીર સહિત ત્રણ યુવાનો મહી નદીમાં ડૂબી ગયા હતા. નદીમાં ડૂબતાં ત્રણ લોકો માંથી એકનો મૃત દેહ બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે વડોદરા જિલ્લામાં એક સાથે પાણીમાં ડૂબવાની બે ઘટના સામે આવી છે. કુલ પાંચ યુવકો ડૂબ્યાં છે. તેમાંથી બેના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે બાકીનાની શોધખોળ શરૂ છે.

સાવલીની ઘટના
સાવલી પોઈચા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. ડુબેલા ત્રણે યુવકો સાવલીના રણછોડપુરા ગામના રહેવાસી છે.યુવકો દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા આવેલ એકજ ગામના ના ત્રણ યુવકો ડૂબ્યા છે. જેમાં ત્રણ પૈકી 1 ગોહિલ સંજય ભાઈ યુવકનો મૃતદેહ મળી આવ્યો.બીજા બે યુવકો કૌશિક અને વિશાલની શોધખોળ હાલ ચાલુ.

સિંધરોટ નજીક ઘટી દુર્ઘટના
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય પ્રજ્ઞેશ માછી પરિવાર અને મિત્ર સાગર કુરી સાથે આજે સવારે સિંધરોટ મહીસાગર નદી ઉપરના ચેકડેમ પાસે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયા હતા. ચેકડેમ પાસે તેઓ મૂર્તિનું વિર્સજન કરવા જતાં જ મહીસાગર નદીના પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. જેમને બચાવવા માટે તેમના મિત્ર સાગરભાઈ પણ પાણીમાં કૂદતા તેઓ પણ પાણીમાં તણાયા હતા. જેમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે બાકીનાની શોધખોળ શરૂ છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક, વડોદરા)

    follow whatsapp

    ADVERTISEMENT