BOTAD ના કૃષ્ણસાગર ડેમમાં ડૂબી જવાથી 5 યુવકોના મોત, સમગ્ર પંથકમાં અરેરાટી

ADVERTISEMENT

Botad Youth died
Botad Youth died
social share
google news

બોટાદ : જિલ્લામાં મોટી દુર્ઘટના બની હતી. કૃષ્ણસાગર તળાવમાં ન્હાવા પડેલા પાંચ લોકોનાં ડુબી જવાના કારણે મોત નિપજ્યા હતા. ઘટના અંગે પ્રાપ્ત થઇ રહેલી પ્રાથમિક વિગતો અનુસાર પાંચ વ્યક્તિઓ તળાવમાં ન્હાવા પડ્યાં હતા. જ્યાં તેમનુ ડૂબી જવાને કારણે મોત નિપજ્યા છે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસતંત્ર ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસનો એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા. યુવકોની શોધખોળ આદરી હતી.

ઘટના અંગેની માહિતી મળતાની સાથે જ પોલીસ તંત્ર અને એસપી, પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ આદરી છે. પ્રાપ્ત વિગતો મુજબ ન્હાવા પડેલા બે વ્યક્તિઓ ડૂબવા લાગ્યા હતાં. જેમને બચાવવા માટે અન્ય ત્રણ વ્યક્તિઓએ પણ તળાવમાં છલાંગ લગાવી દીધી હતી. પરંતુ તેમને પાણીમાં તરતા ન આવડતું હોવાથી બચાવવા પડ્યા પરંતુ તેઓ પણ ડુબી ગયા હતા. ઘટનાને પગલે ચકચાર મચી છે.

સ્થાનિક લોકો દ્વારા બચાવ અને રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું. ફાયર વિભાગને પણ ઘટનાની જાણ થતા ફાયર કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 108 ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહોને બહાર કાઢવા માટે લગભગ દોઢ કલાક જેટલો સમય જહેમત ઉપાડી હતી. જે બાદ પાંચેય યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

જો કે નાનકડા વિસ્તારમાં એક સાથે પાંચ લોકોના મોત થવાને કારણે પરિવારમાં આક્રંદ વ્યાપ્યો હતો. કૃષ્ણસાગર તળાવમાં બનેલી ઘટનાથી સમગ્ર પંથકમાં અરરાટી વ્યાપી ગઇ હતી. પરિવારમાં આક્રંદનો માહોલ છવાઈ ગયો છે. પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ડૂબનાર વ્યક્તિઓ પૈકી પાંચ વ્યક્તિઓ મહંમદ નગર વિસ્તારમાં રહેતા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT