સુરત થી દમણ ફરવા આવેલા 5 લોકો ડૂબ્યા, 2 ને બચાવાયા 3ની શોધખોળ શરૂ
દમણ : પ્રવાસ સ્થળ તરીકે ગુજરાતીઓમાં ખુબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત આ કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાના કારણે પણ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ અહીં ઉમટી પડે…
ADVERTISEMENT
દમણ : પ્રવાસ સ્થળ તરીકે ગુજરાતીઓમાં ખુબ જ પ્રખ્યાત છે. આ ઉપરાંત આ કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાના કારણે પણ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ અહીં ઉમટી પડે છે. દરિયા કિનારાની મજા માણતા લોકો ક્યારેક ખુબ જ ઉંડા જતા રહે છે અનેતેના કારણે ડુબવાના કિસ્સાઓ પણ અવાર નવાર સામે આવે છે. પોલીસ દ્વારા બોર્ડ મારવામાં આવ્યા હોવા છતા પણ પ્રવાસીઓ પોતાની મસ્તીમાં દરિયામાં જતા રહેતા હોય છે.
આવો જ એક કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે. જેમાં બહારથી દમણ ફરવા આવેલા 5 પ્રવાસીઓ દરિયામાં ડુબ્યા હતા. જો કે સ્થાનિકો દ્વારા તમામને બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જો કે 2 લોકોને બચાવવામાં સફળતા મળી છે ત્રણની શોધખોળ હજી પણ ચાલુ છે. પોલીસ અને ફાયર બ્રિગેડ સહિત તરવૈયાઓની ટીમ સ્થળ પર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
દમણના લાઇટ હાઉસ નજીક દરિયા કિનારા નજીક આ ઘટના બની હતી. સુરત તમામ પ્રવાસીઓ ફરવા માટે આવ્યા હતા. જો કે પાંચેય નહાવા દરમિયાન અચાનક જ ડુબવા લાગ્યા હતા. દમણના દરિયા કિનારે બનેલી ઘટનાથી પ્રદેશમાં ચકચાર મચી છે. હાલ તો ઘટના અંગે માહિતી મળતાની સાથે જ મામલતદાર, ફાયર ડિપાર્ટમેન્ટ અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે. શોધખોળ ચાલી રહી છે.
ADVERTISEMENT
(વિથ ઇનપુટ : કૌશિક જોશી)
ADVERTISEMENT