ધીમે હાંકો! ગુજરાતના હાઈવે મોતની ચિચિયારીથી ગુંજી ઉઠ્યા, 2 માર્ગ અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ
Gujarat Accident News: ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાતા ત્રણ પદયાત્રીઓના કમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે ચાર પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયાનક અકસ્માત
અજાણ્યા વાહનચાલકે 7 પદયાત્રીઓને અડફેટે લીધા
દસાડા નજીક ટ્રેઈલર અને ડમ્પર વચ્ચે અકસ્માત
Gujarat Accident News: ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાતા ત્રણ પદયાત્રીઓના કમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે ચાર પદયાત્રીઓ ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પોલીસે ફરાર વાહનચાલકને શોધવાની તજવીજ હાથ ધરી છે.
પદયાત્રીઓને નડ્યો અકસ્માત
મળતી માહિતી અનુસાર, 40 યાત્રાળુઓનો સંઘ ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના વરસોલા ગામથી ભાવનગર રાજપરા ખોડીયાર મંદિરે જઈ રહ્યો હતો. આ વેળાએ ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક અજાણ્યા વાહનચાલકે 7 પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા.
4 ઈજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલમાં
આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. જોકે, અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક વાહન મૂકને ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને 4 ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને ફરાર કાર ચાલકને શોંધી કાઢવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ADVERTISEMENT
દસાડા નજીક અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ
તો વધુ એક અકસ્માતની વાત કરીએ તો સુરેન્દ્રનગરના દસાડા નજીક ટ્રેઈલર અને ડમ્પર વચ્ચે અકસ્માત જતાં ડ્રાઈવર અને ક્લીનરનું ભયાનક મૃત્યુ નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના ગવાણા ગામ નજીક વહેલી સવારે ટ્રેઈલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેઈલર અને ડમ્પરમાં આગ લાગી હતી. ડ્રાઈવર અને ક્લીનરનું દાઝી જતા મોત નિપજ્યું હતું. જે બાદ બંનેનાં મૃતદેહને પીએમ અર્થે પાટડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT