વનવિભાગ અચાનક 5 સિંહોને રાતોરાત ઉઠાવી ગઈ, સ્થાનિકોએ વિરોધ કર્યો; જાણો ચોંકાવનારુ કારણ
અમરેલી-જાફરાબાદઃ બાબરકોટ નજીક 5 સિંહોને રેસ્ક્યૂ કરીને વન વિભાગની ટીમ લઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ દરમિયાન સિંહપ્રેમીઓ અસમંજસમાં મુકાયા હતા. તેમના મતે…
ADVERTISEMENT
અમરેલી-જાફરાબાદઃ બાબરકોટ નજીક 5 સિંહોને રેસ્ક્યૂ કરીને વન વિભાગની ટીમ લઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ દરમિયાન સિંહપ્રેમીઓ અસમંજસમાં મુકાયા હતા. તેમના મતે સિંહને આવી રીતે લઈ કેમ જવાયા એનો સવાલ ઘર કરી ગયો હતો. નોંધનીય છે કે અગાઉ 6 વ્યક્તિઓ પર દોઢ-2 મહિના પૂર્વે સિંહણે હુમલો કર્યો હતો. જેથી તેને પકડવા માટે ત્યારથી તજવીજ હાથ ધરી દેવામાં આવી હતી.
5 સિંહને કેમ પકડ્યા હોવાની ચર્ચા…
સિંહ પ્રેમીઓના મતે સિંહણના હુમલાઓથી બચવા માટે વન વિભાગે કાર્યવાહી કરી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. પરંતુ આ દરમિયાન અન્ય 5 સિંહને પકડવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જોકે આનો જવાબ આપતા વન વિભાગના સી.સી.એફ દ્વારા જણાવાયું હતું કે આ તમામ સિંહો અશક્ત હતા જેથી તેમને એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવાયા છે.
તમામ સિંહોને ઓબ્ઝર્વેશનમાં રખાયા
વન વિભાગના કર્મીના જણાવ્યા પ્રમાણે 5 સિંહો શિકાર કરી શકે એવી સ્થિતિમાં નહોતા. તેથી તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. તેવામાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે બે દિવસ અગાઉ માલધારી અને બાળકો પાછળ સિંહો દોડ્યા હતા. જેથી ભારે હાલાકી સર્જાઈ હતી. જોકે સિંહપ્રેમીઓએ એ જ વિસ્તારમાં સિંહોને રાખવા માટેની વાત ઉચ્ચારી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT