ચૂંટણી પર સરકાર મહેરબાન, રાજ્યમાં હવે 40 નવા પશુ દવાખાના સ્થપાશે
અમદાવાદ: ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર લોકોને વિવિધ સેવા આપવા માટે આતુર બની છે. એક બાદ એક જાહેરાતો થવા લાગી છે ત્યારે…
ADVERTISEMENT
અમદાવાદ: ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર લોકોને વિવિધ સેવા આપવા માટે આતુર બની છે. એક બાદ એક જાહેરાતો થવા લાગી છે ત્યારે સરકાર દ્વારા 40 નવા પશુ દવાખાના સ્થાપવા અંગે જાહેરાત કરવામાં આવી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરતાં કહ્યું કે, પશુઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ નિરંતર મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અને રાજ્યમાં સામાન્ય, આદિજાતિ અને અનુસુચિત જાતિ વિસ્તારમાં અનુક્રમે 20, 10 અને 10 એમ કુલ 40 નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના કરવામાં આવશે.
બજેટમાં 240 લાખની જોગવાઈ
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે રાજયમાં પશુઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ નિરંતર મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતાં કહ્યું કે, રાજ્યમાં સામાન્ય, આદિજાતિ અને અનુસુચિત જાતિ વિસ્તારમાં અનુક્રમે 20,10 અને 10 એમ કુલ 40 નવા સ્થાયી પશુ દવાખાનાની સ્થાપના કરાશે. જેમાં પશુચિકિત્સા અધિકારી તેમજ એટેન્ડેન્ટ અને પટાવાળાની જગ્યાઓ પણ મંજુર કરવામાં આવી છે.રાજ્યમાં પશુપાલનને ખેતીના પૂરક વ્યવસાય તરીકે નહિ પરંતુ એક આગવા વ્યવસાય તરીકે અપનાવવામાં આવ્યો છે. તેને કારણે પશુપાલકો પરંપરાગત પશુપાલનને બદલે સારી ઓલાદના અને વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓ રાખીને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરતા થયા છે. આ સંજોગોમાં રાજયના પશુપાલકોના પશુઓને ગુણવત્તાસભર પશુઆરોગ્ય સેવાઓ નિરંતર મળતી રહે તે અતિ આવશ્યક છે. રાજ્ય સરકારે વર્ષ 2022-23માં રૂપિયા 240 લાખની બજેટ જોગવાઈ સાથે સમગ્ર રાજ્યમાં વધુ 40 નવા સ્થાયી પશુદવાખાનાની સ્થાપના કરવા મંજુરી આપી છે.
રાજ્યમાં 736 પશુ દવાખાના
કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે, હાલ રાજ્યમાં 702 પશુ દવાખાના અને 34 વેટરીનરી પોલીક્લિનીક એમ કુલ 736 સ્થાયી પશુ સારવાર સંસ્થા કાર્યરત છે. આ ઉપરાંત રાજ્ય સરકાર સંચાલિત 45 અને GVK-EMRI મારફતે પી.પી.પી. ધોરણે કાર્યરત 460 ફરતાં પશુ દવાખાનાની સેવાઓ પણ ઉપલબ્ધ છે. તેમાં આ નવા 40 સ્થાયી પશુદવાખાનાનો ઉમેરો થતાં રાજ્યના પશુપાલકોને પોતાના નજીકના સ્થળે પશુસારવાર અને સંલગ્ન તમામ સેવાઓ મળી રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT