Rajkot Latest News : રાજકોટવાસીને વનવિભાગની ખાસ અપીલ! જિલ્લામાં દિપડાની દહેશતને પગલે વન વિભાગ સતર્ક

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajkot News : રાજકોટમાં હમણાં થોડા સમયથી દીપડાને લઈ લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. થોડા સમય પહેલા રાજકોટ શહેરના કાલાવડ રોડનો વીડિયો સામે આવ્યો હતો જેમાં એક દીપડો આંટાફેરા કરતો જોવા મળતા ચકચાર મચી ગયો હતો. જેને લઈ હવે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દેખાયેલા દીપડાને લઇને વનવિભાગે સતર્ક બન્યું છે. રાજકોટના જસદણ, ધોરાજી અને જેતપુરમાં દીપડો દેખાવાને લઇ વન વિભાગની અનેક ટીમો દીપડાને પકડવાની કામગીરી હાથ ધરી છે.

દીપડાને પકડવા માટે અલગ અલગ પાંચ જગ્યાએ પાંજરા મુકવામાં આવ્યા છે. બીજી બાજુ દીપડો સાંજના સમયે કોઇ વ્યક્તિ પર હુમલો ન કરે તે માટે વાડી વિસ્તારમાં ખુલ્લામાં ન સુવા માટે વનવિભાગે લોકોને અપીલ કરી છે. રાજકોટ શહેર,ધોરાજી,જેતપુર તાલુકામાં 40 જેટલા દીપડા હોવાનો વનવિભાગનો ખુલાસો કર્યો છે.

વનવિભાગે કરી લોકોને આ ખાસ અપીલ

રાજકોટ વનવિભાગના DFO તુષાર પટેલે આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, સૌ પ્રથમ 22 તારીખે દીપડો દેખાયાના સમાચાર વન વિભાગને મળ્યા હતા, ત્યારથી જ અલગ અલગ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ દરમિયાન દીપડો હોવાના નિશાનો પણ જોવા મળ્યા હતા.

ADVERTISEMENT

રાજકોટમાં મોટા ભાગે વિસ્તારના વન વિસ્તારમાં દીપડાની વસ્તી છે, જે ક્યારે રહેણાંક વિસ્તારમાં આવી જતાં હોય છે. આ અંગે વનવિભાગે લોકોને અપીલ કરી છે કે, કેટલીક અફવાઓથી દૂર રહેવું જોઈએ અને વન વિભાગ દ્વારા વખતો વખત આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. ઉપરાંત રાત્રિના સમયે ખુલ્લામાં સુવાનું ટાળવું જેથી કોઈ જાનહાનિ ન થાય.તેમજ રાત્રીના સમય એકલા ટ્રાવેલિંગ ન કરવું જોઈએ.

    follow whatsapp

    ADVERTISEMENT