યાત્રાધામ પાવાગઢમાં અઠવાડિયામાં બીજી દુર્ઘટના, વિશ્રામ કુટિરનો ભાગ તૂટી પડતા 4 મજૂર દટાયા
હાલોલ: યાત્રાધામ પાવાગઢમાં ફરી એકવાર દુર્ઘટના સર્જાયાની ખબર સામે આવી રહી છે. માચી ખાતે બનાવાયેલી વિશ્રામકુટિર ઉતારવાની કામગીરી કરતા દરમિયાન ફરીથી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં…
ADVERTISEMENT
હાલોલ: યાત્રાધામ પાવાગઢમાં ફરી એકવાર દુર્ઘટના સર્જાયાની ખબર સામે આવી રહી છે. માચી ખાતે બનાવાયેલી વિશ્રામકુટિર ઉતારવાની કામગીરી કરતા દરમિયાન ફરીથી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં વિશ્રામ કુટિરનો ઢાંચો તૂટી પડતા શ્રમિકો નીચે દટાઈ ગયા હતા. જેમાંથી એકને હાલોલમાં જ જ્યારે અન્ય 3ને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અઠવાડિયાની અંદર પાવાગઢમાં આ બીજી દુર્ઘટના છે.
વિશ્રામ કુટિર હટાવવાની કામગીરી દરમિયાન દુર્ઘટના
પાવાગઢમાં ગત 4 મેના રોજ ભારે વરસાદ પડતા યાત્રાળુઓ બચવા માટે નવા બની રહેલા વિશ્રામ કુટિર હેઠળ આસરો લેવા પહોંચ્યા હતા. પરંતુ આ દરમિયાન જ વિશ્રામ કુટિરની છત તૂટી પડતા એક મહિલાનું મોત થયું હતું. જ્યારે સાતથી વધુ લોકોને ઈજા પહોંચી હતી. ત્યારે વિશ્રામ કુટિરનો બાકીનો ભાગ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમિયાન તેનો અન્ય હિસ્સો પણ ધરાશાયી થયો હતો જેમાં ચાર જેટલા મજૂરો દટાઈ ગયા હતા.
3 મજૂરોને વડોદરા ખસેડવામાં આવ્યા
જે બાદ મજૂરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું અને હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા SDM પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બાદમાં 3 મજૂરોને વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT