અમદાવાદની નરેન્દ્ર મોદી કોલેજમાં ધૂણ્યું રેગિંગનું ભૂત, 4 સિનિયર ડોક્ટરો ઘર ભેગા
Ahmedabad News: અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 સિનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કરવામાં આવતી હોવાની ફરિયાદ મળ્યા બાદ તેમની સામે એક્શન લેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે આ ચારેય ડોક્ટરોમાંથી એક વર્ષ અને બાકીના બે ડોક્ટરોને 25-25 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના 4 સિનિયર ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કરવામાં આવતી હોવાની ફરિયાદ મળ્યા બાદ તેમની સામે એક્શન લેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે આ ચારેય ડોક્ટરોમાંથી એક ડોક્ટરને 2 વર્ષ, બીજા ડોક્ટરને 1 વર્ષ અને બાકીના બે ડોક્ટરોને 25-25 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સિનિયર ડોક્ટરો રેગિંગ કરતા હોવાની ફરિયાદ
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ છેલ્લા કેટલાક દિવસોથી સિનિયર ડોક્ટરો દ્વારા જુનિયર ડોક્ટરો સાથે રેગિંગ કરવામાં એટલે કે કન્નડગત કરવામાં આવતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે જુનિયર ડોક્ટરો દ્વારા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટીમાં ફરિયાદ કરવામાં આવી હતી.
જુનિયરોને આપતા હતા આવી સજા
જુનિયર ડોક્ટરોને ડો. વ્રજ વાઘાણી, ડો. શિવાની પટેલ સહિતના ચાર ડોક્ટરો દ્વારા 7 દિવસ સુધી નાહવાનું નથી, એક જ પ્રિસ્ક્રિપ્શનને 700 વાર લખાવા વગેરે જેવી સજાઓ આપતા હતા. જેથી જુનિયર ડોક્ટરોએ એન્ટી રેગિંગ કમિટીને જાણ કરી હતી.
ADVERTISEMENT
કમિટીએ લીધું એક્શન
જેથી કમિટીએ તપાસ બાદ ડો. વ્રજ વાઘાણીને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે ડો.શિવાની પટેલને એક વર્ષ અને બાકીના બે ડોક્ટરોને 25-25 દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે.
ADVERTISEMENT