ગુજરાત હાઇકોર્ટના કોર્ટ રૂમમાં ચાલુ સુનાવણીએ દંપતી સહિત 4 લોકોનો આપઘાતનો પ્રયાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં જજ નિર્ઝર દેસાઈની કોર્ટમાં ચાલુ સુનાવણીએ આપઘાતના પ્રયાસનો મામલો સામે આવ્યો છે. ચાલુ કોર્ટની સુનાવણીમાં હાજર લોકોની સામે જ દંપતી સહિત 4 લોકોએ ફિનાઈલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના જોઈને વકીલો ત્યાંથી દૂર હટી ગયા હતા અને પોલીસે આવીને ચારેયને અટકાવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તેમણે ફિનાઈલ પી લીધું હતું. હાલમાં આ ચારેય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આરોપીઓને જામીન મળતા ફરિયાદીએ ફિનાઈલ પીધું
મીડિયા રિપોર્ટ મુજબ, ગુજરાત હાઇકોર્ટમાં કેસની સુનાવણી વખતે જજની સામે જ ચાર લોકોએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર વ્યક્તિએ અગાઉ બેંકમાંથી લોન લીધી હતી. જોકે લોનની રકમ વચેટિયા ખાઈ ગયા હતા. એવામાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવાઈ હતી. આ કેસના આરોપીઓની આગોતરા જામીનની અરજી હાઈકોર્ટમાં ચાલી રહી હતી. જેમાં આરોપીઓના જામીન મંજૂર થતા જ બે વ્યક્તિ અને એક દંપતીએ ત્યાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
તમામને સોલા સિવિલમાં સારવાર માટે ખસેડાયા
હાલમાં આ ચારેય લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ સોલા પોલીસ સ્ટેશન પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ફિનાઈલની બોટલ, ઢાંકણું સહિતની વસ્તુઓ હાલમાં કબ્જે કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT