ડમીકાંડમાં SITએ વધુ 4 આરોપીઓની ધરપકડ કરી, કુલ 52 લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીતિન ગોહિલ/ભાવનગર: ડમીકાંડમાં ભાવનગર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમાં રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે SITની ટીમ દ્વારા આ કૌભાંડ કરનારા વધુ ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. તો કુલ 52 આરોપીઓ વિરુદ્ધ અત્યાર સુધીમાં પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જ્યારે અત્યાર સુધીમાં 27 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

ભરતનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ડમીકાંડની ફરિયાદ SITની ટીમ તપાસ કરી રહી છે. જેમાં નીચે મુજબના આરોપીઓને ઝડપી લીધા છે.

  •  મહેશભાઇ રામજીભાઇ ચૌહાણ, ઉ.વ.૨૭, રહે. ગોંદરા વિસ્તાર, દિહોર, તા.તળાજા, જિ.ભાવનગર,
  •  વિજયભાઇ ધુડાભાઇ જાંબુચા, ઉ.વ.૨૫, રહે. લાખણકા રોડ, કાતર વાડી વિસ્તાર, ખડસલીયા, તા.જિ.ભાવનગર,
  •  રીયાજભાઇ કાદરભાઇ કાલાવડીયા જાતે.મેમણ ઉ.વ.૩૩ ધંધો.મજુરી રહે.સરતાનપર રોડ, એ-વન પાર્ક, બેંન્યાની સામે, તળાજા તા.તળાજા જી.ભાવનગર.
  •  પ્રતિપાલસિંહ જયુભા ગોહિલ જાતે.ગરાસીયા ઉ.વ.૩૦ ધંધો.પ્રા.નોકરી રહે.ત્રાપજ હાઇસ્કુલ પાછળ તા.તળાજા જી.ભાવનગર

બે દિવસ પહેલા 5 આરોપી પકડાયા હતા
નોંધનીય છે કે, ગત 24મી એપ્રિલના રોજ પણ ડમીકાંડમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં હસમુખ ભટ્ટ નામના ઉમેદવારની ધરપકડ થઈ હતી, જેણે પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર જયેશ દેવાણાને પરીક્ષામાં બેસાડ્યો હતો અને હાલમાં તે તલાટી કમ મંત્રી તરીકે તળાજાના કેરાળા ગામે ફરજ બજાવી રહ્યો હતો. જ્યારે આ બાદ જયદિપ ભેડાની ધરપકડ કરવામાં આવી છે. જયદીપે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં કૌશિક જાનીની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી.

ADVERTISEMENT

ધો.10-12 બોર્ડની પરીક્ષા આપનારો ડમી વિદ્યાર્થી પકડાયો
જ્યારે દેવાંગ રામાનુજ નામના ઉમેદવારે ગ્રામ પંચાયતની પરીક્ષામાં પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડ્યો હતો. તેની પણ ધરપકડ કરાઈ છે. આ સાથે યુવરાજસિંહ પરમાર નામના MPHWના અસલી ઉમેદવારની પણ ધરપકડ કરવામાં આવી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, હિરેન જાની નામનો ઉમેદવાર ધો.10ના બે વિદ્યાર્થીના ગણિત અને વિજ્ઞાનના પેપર સાથે ધો.12ના એક વિદ્યાર્થીના તમામ સાત પેપર આપ્યા હતા. જ્યારે પંચાયતની પરીક્ષામાં તેની જગ્યાએ અન્ય ડમી ઉમેદવાર બેસાડાયો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT