પહેલીવાર 3D મેપિંગથી Ahmedabad રથયાત્રાની સુરક્ષાઃ ગણતરીના કલાકો પહેલા જુઓ Harsh Sanghaviએ શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદમાં યોજાનારી પરંપરાગત રથયાત્રામાં હવે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને તેની સુરક્ષાને વધુ સઘન બનાવવાની કાર્યપ્રણાલી અમદાવાદ પોલીસ દ્વારા અપનાવાઈ છે. આ રથયાત્રામાં 101 ટ્રક, 30. અખાડા, 18 ભજન મંડળી, 18 હાથી, 16 ઘોડેસવાર, 5 બેન્ડ, રથ સહિતના જંગી આકર્ષણો વચ્ચે રથયાત્રા કાઢવાની છે. જેમાં અમદાવાદ પોલીસે અમુક ટ્રક્સ વચ્ચે પણ મોબાઈલ સીસીટીવી કેમેરા પણ રખાયા છે. 3 ડી મેપિંગ સિસ્ટમ સાથે પહેલી વખત રથયાત્રાને વધુ સરક્ષીત કરવાને લઈને તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અંગે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસની પીઠ થાબડી હતી. પોલીસે આ વખતે તમામ સમાજના લોકો માટે બ્લડ ડોનેશન, ક્રિકેટની મેચનું આયોજન, કોમ્પ્યુનિટી પોલિસિંગ માટે અમદાવાદ પોલીસ દેશ ભર માટે ઉદાહરણ રૂપ બની છે. તેમણે કહ્યું કે મહિલા અધિકારીઓ દ્વારા આ રથયાત્રાના વિસ્તારમાં આવતી બહેનો સાથે ચર્ચા અને વિચારણાઓ કરવામાં આવી છે. સિનિયર અધિકારીઓ અને આ વિસ્તારોના લોકોના વચ્ચેેના લાગણીના સંબંધો પણ એક અલગ જ બાબત છે.

આદિપુરુષ ફિલ્મના ડાયલોગ લખનારા રાઈટર મનોજ મુંતશિરે મુંબઈ પોલીસ પાસે પ્રોટેક્શન માગ્યું

હર્ષ સંઘવીએ એ પણ કહ્યું કે, રથયાત્રાની બધી જ તૈયારીઓ થઈ ચુકી છે. આપણે બધા સાથે મળીને આવતીકાલે રથયાત્રામાં જોડાઈશું. એન્ટી ડ઼્રોનનો પણ ઉપયોગ કરવાના છીએ. હ્યુમન ઈન્ટેલિજન્સ સાથે નવી ટેક્નોલોજીનો ઉપયોગ આ રથયાત્રામાં કરવાના છીએ. સહુ માટે આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે થાય. આ આસ્થા અને વ્યવસ્થાની યાત્રા છે. આવતીકાલે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ નગરચર્યા પર નીકળવાના છે. હજારો લોકો વર્ષભરથી આ યાત્રાની રાહ જોતા હોય છે. તમામ નાગરિકોને રથયાત્રાના દર્શન થાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા સેન્ટ્રલ એજન્સીસ અને સ્ટેટ રિઝર્વ ફોર્સ સાથે મળીને કુલ મળીને 26000 જવાનોના સાથે મળીને આ રથયાત્રાને સુરક્ષીત કરાઈ છે. પુરી યાત્રાને થ્રીડી મેપિંગ દ્વારા ડિટેઈ્લ્ડ વર્ક કરીને તેને સુરક્ષીત કરાઈ છે. અનેક ડ્રોન દ્વારા પોલીસ વોચ રાખશે. મને વિશ્વાસ છે પોલીસ અને નગરજનો સાથે મળીને કાલે જગન્નાથજીની યાત્રાને સુરક્ષીત અને સમયપર પુર્ણ કરાવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT