ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 364 નવા કેસ, અમદાવાદમાં આજે પણ 1 દર્દીનું મોત
અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં અચાનક કોરોનાએ ગતિ પકડી છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાના કેસમાં અચાનક મોટો ઉછાળો નોંધાયો છે. ગઈકાલે 212 કેસની સામે આજે 24…
ADVERTISEMENT

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં અચાનક કોરોનાએ ગતિ પકડી છે. ત્યારે આજે રાજ્યમાં કોરોનાના કેસમાં અચાનક મોટો ઉછાળો નોંધાયો છે. ગઈકાલે 212 કેસની સામે આજે 24 કલાકમાં 364 કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે 348 દર્દીઓ આજે કોરોનાથી સ્વસ્થ થયા છે. જ્યારે સતત ત્રીજા દિવસે અમદાવાદમાં 1 દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે.
રાજ્યમાં હાલ કેટલા એક્ટિવ કેસ?
ગુજરાતમાં આજે કોરોનાના 364 નવા કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 1947 એક્ટિવ કેસ છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 1944 દર્દીઓની સ્થિતિ હાલમાં સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12,72,480 લોકો કોરોનાથી સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયા છે. જ્યારે 11063 લોકોના મોત નિપજ્યા છે.
અમદાવાદમાં આજે પણ સૌથી વધુ કેસ
છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદમાં રાજ્યના સૌથી વધુ કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યા છે. આજે અમદાવાદમાં નવા કેસનો આંકડો વધીને 148 સુધી પહોંચી ગયો છે. જ્યારે મહેસાણામાં 36, વડોદરા શહેરમાં 28, સુરત શહેરમાં 22, પાટણમાં 15, સુરત જિલ્લામાં 14, વડોદરા જિલ્લામાં 12, વલસાડમાં 11, આણંદમાં 9, ભરૂચમાં 9, રાજકોટ શહેરમાં 9, સાબરકાંઠામાં 7, ગાંધીનગર શહેરમાં 6, મોરબીમાં 5, નવસારીમાં 5, અમદાવાદ જિલ્લામાં 4, કચ્છમાં 4 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં આજે પણ સતત ત્રીજા દિવસે એક દર્દીનું કોરોનાથી મોત થયું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT