317 કરોડની નકલી નોટ, દિગ્ગજ ઉદ્યોગપતિઓ પણ હસતા મોઢે સ્વિકારતા નકલી નોટ કારણ કે…
સંજયસિંહ રાઠોડ/સુરત : થોડા દિવસો પહેલા સુરતના કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અમદાવાદથી મુંબઇ તરફ જઇ રહેલા હાઇવે પર પારડી ગામની પાસે એક લાખ દીકરી એજ્યુકેશન…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ/સુરત : થોડા દિવસો પહેલા સુરતના કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા અમદાવાદથી મુંબઇ તરફ જઇ રહેલા હાઇવે પર પારડી ગામની પાસે એક લાખ દીકરી એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સને અટકાવીને તેની અંદરથી 25 કરોડ રૂપિયાની નકલી નોટોથી ભરેલા 6 બોક્સ જપ્ત કરવામાં આવ્યા હતા. આ મુદ્દે તપાસ કરી રહેલી પોલીસે મંગળવારે ખુલાસો કરતા નકલી નોટોનો આ આંકડો 316 કરોડથી વધારે રૂપિયા પહોંચવાનો ખુલાસો થયો છે. પોલીસે નકલી નોટ મુદ્દે માસ્ટરમાઇન્ડ વિકાસ જૈનને મુંબઇથી ઝડપી લીધો છે. આશરે 317 કરોડ નકલી રૂપિયાના કેસમાં પોલીસ અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરી રહી છે.
પોલીસને પહેલાથી જ મળી હતી ગુપ્ત બાતમી
આ અંગે એસપી હિતેશ જોયસરે જણાવ્યું કે, સુરતની કામરેજ પોલીસ સ્ટેશને માહિતી મળી હતી કે, 29 સપ્ટેમ્બર જામનગરની એક દીકરી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં 25 કરોડ રૂપિયાની નકલી નોટો જવાની છે. જેના આધારે અમે કાર્યવાહી કરતા નોટો મળી આવી હતી. આ મુદ્દે એમ્બ્યુલન્સ ચાલક હિતેશ કોટડિયાની ધરપકડ કરી હતી. 25 કરોડ રૂપિયા એમ્બ્યુલન્સમાંથી જ મળી આવ્યા હતા અને હિતેશના ઘરથી આશરે 52 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. હિતેશની પુછપરછમાં પોલીસે જણાવ્યું કે,આ સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ હિતેશ વિકાસ જૈન છે, જે મુંબઇ રહે છે. પોલીસે તેની ધરપકડ કરીને પુછપરછમાં અન્ય સાથી આરોપીઓના પણ નામ ખુલ્યા છે. જેમણે દાન કરવાના બહાને લોકો પાસેથી નકલી નોટોના બહાને અસલી નોટો લઇને ગોટાળો કર્યો હતો.
વિકાસ જૈન ટ્રસ્ટમાં દાનના નામે બ્લેકના વ્હાઇટ કરી આપવાની લાલચ આપતો
પોલીસના અનુસાર વિકાસ જૈન જ્યારે કોઇ વ્યક્તિ સાથે ટ્રસ્ટમાં દાન મુદ્દે ડીલિંગ કરતો ત્યારે તે દાનની રકમના 10 ટકા એડવાન્સ બુકિંગ તરીકે લેતો હતો. આ રીતે જ આ ગ્રુપે રાજકોટના એક વેપારી પાસેથી 1 કરોડ કરતા પણ વધારેની ઠગાઇ કરી હોવાનો ખુલાસો થયો છે. એમ્બ્યુલન્સની અંદર 25 કરોડ રૂપિયા જપ્ત થયા બાદ એમ્બ્યુલન્સનો ડ્રાઇવેર હિતેશે પોલીસને જણાવ્યું હતું, આ ફિલ્મોના શુટિંગમાં વપરાતા પૈસા છે. જો કે પોલીસને આ અંગે વિશ્વાસ નહી થતા પુછપરછમાં સમગ્ર મામલો સામે આવ્યો છે.
ADVERTISEMENT
વી.આર લોજિસ્ટિક નામની વિશાળ કંપની બનાવી હતી
જૈન વીઆર લોજિસ્ટિક નામની કંપની ચલાવે છે અને તેની અનેક રાજ્યોમાં ઓફીસ આવેલી છે. તેના દ્વારા તે ટ્રસ્ટનો ખોટી રીતે ઉપયોગ કરીને નકલી નોટોને અસલી જણાવીને લાખો રૂપિયા વસુલતો હતો. આ સમગ્ર કેસનો માસ્ટર માઇન્ડ વિકાસ જૈન ગુજરાત ઉપરાંત મુંબઇ, દિલ્હી, ઇંદોર અને બેંગ્લુરૂમાં પણ આ જ પ્રકારનું કૌભાંડ ચલાવતો હતો. તમામ રાજ્યોમાં તેની મોંઘીદાટ ઓફીસો હતી. સામાન્ય રીતે કોઇ વ્યક્તિ ટ્રસ્ટમાં રૂપિયા દાન કરીને રોકડ રકમ લઇ લેતો હતો. આ દરમિયાન વીડિયો કોલમાં આ નોટો દેખાડીને વેપારીને વિશ્વાસમાં લેતા હતા. સમગ્ર તપાસમાં સુરત રૂરલ પોલીસ સાથે બૈંકર્સ અને આરબીઆઇની ટીમ પણ મોનિટર કરી રહી છે. પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓનાં નામ હિતેશ કોટડિયા, દિનેશ પોશિયા, વિપુલ પટેલ, વિકાસ જૈન, દીનાનાથ યાદવ અને અનુશ શર્મા છે.
ઉત્તરભારતના પણ અનેક વેપારીઓને ચુનો લગાવ્યાની આશંકા
પોલીસ સુત્રોએ જણાવ્યું કે, જાન્યુઆરીમાં ઉત્તર ભારતથી 500 કરોડ મંગાવ્યા હતા તેવું અનુમાન છે. આશ્ચર્યજનક બાબત છે કે, પોલીસમાં 2000 ની અને 500 ની નવી નોટ સાથે ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરાયેલી 1000 અને 500 ની નોટો પણ જપ્ત કરી છે. પોલીસને શંકા છે કે, નોટબંધી પહેલા પણ આ પ્રકારનું રેકેટ ચલાવ્યું હશે. હાલમાં સુરતના એક મોટા વેપારીની સાથે ચીટિંગ કરવાના હતા તે અગાઉ જ કૌભાંડનો ખુલાસો થયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT