અમરનાથની યાત્રામાં ગુજરાતના 30 લોકો ફસાયા, રાજ્ય સરકારને કરી આ અપીલ
વડોદરા: જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને આગામી આદેશ સુધી રોકી દેવામાં આવી છે. બેઝ કેમ્પ બાલતાલ અને પહેલગામ બંને રૂટ પર મુસાફરોને…
ADVERTISEMENT
વડોદરા: જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને આગામી આદેશ સુધી રોકી દેવામાં આવી છે. બેઝ કેમ્પ બાલતાલ અને પહેલગામ બંને રૂટ પર મુસાફરોને આગળ જતા અટકાવવામાં આવ્યા છે. યાત્રાના પ્રારંભથી અત્યાર સુધીમાં કુલ 84 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. ત્યારે અમરનાથ યાત્રામાં ગુજરાતના 30 જેટલા લોકો ખરાબ હવામાનના કારણે ફસાયા છે. ફસાયેલા લોકોએ વીડિયો શેર કરી અને ગુજરાત સરકાર પાસે મદદની માંગણી કરી છે.
હાલ ખરાબ હવામાનને કારણે કોઈ પણ યાત્રાળુને પવિત્ર ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી. અમરનાથ શ્રાઈન બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર હવામાન સાફ થયા બાદ જ યાત્રાળુઓને આગળની યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે. યાત્રાળુઓને હાલમાં રામબનના ચંદ્રકોટ ખાતે રોકવામાં આવ્યા છે. અહીં ભક્તો માટે નાસ્તા વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવામાન અનુકૂળ થયા બાદ યાત્રાળુઓને ગુફા તરફ મોકલવામાં આવશે. ત્યારે ખરાબ વાતાવરણના કારણે ત્રણ દિવસથી ગુજરાતના 30 જેટલા લોકો ફસાયા છે. સુરતના 10 અને વડોદરાના 20 લોકો ફસાયા છે.
14 વર્ષની બાળકી પણ ફસાઈ
અમરનાથ યાત્રામાં છેલ્લા 3 દિવસથી ફસાયેલા ગુજરાતના 30 લોકો ખરાબ વાતાવરણ અને વરસાદને પગલે બીમાર પડી રહ્યા છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે. ટેન્ટ અને ગાદલાં પલળી ગયા છે. ત્રણ દિવસ થી ફસાયા છીએ. માયનસ ડિગ્રી તાપમાન છે. અને સાથે 14 વર્ષની દીકરી છે. અમને રેસ્ક્યૂ કરો. અમને તરત જ લઈ જાય અહી થી. ખૂબ થડી થી તાવ આવી ગયો છે.
ADVERTISEMENT
31 ઓગસ્ટના પૂર્ણ થશે યાત્રા
અમરનાથ યાત્રામાં આવેલા યાત્રીઓને વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં લંગર, આરોગ્ય સુવિધાઓ, પોનીવાલા, પિત્તુવાલા, દાંડીવાલા અને અન્ય ઘણી સહાય શિબિર નિર્દેશકોની દેખરેખ હેઠળ છે. 62 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા 31 ઓગસ્ટ 2023ના રોજ સમાપ્ત થશે.
(વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT
ADVERTISEMENT