દુઃખદ બનાવઃ અમરેલી જિલ્લામાં વીજ કરંટ લાગતા એક પરિવારના 3 યુવકોના મોત, પરિવારમાં માતમ છવાયો
Amreli News: ગુજરાતભરમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ તે ધીમે-ધીમે આગળ વધતા રાજ્યના અન્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 130 તાલુકામાં વરસાદ વરસ્યો છે.
ADVERTISEMENT
Amreli News: ગુજરાતભરમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ તે ધીમે-ધીમે આગળ વધતા રાજ્યના અન્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 130 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ વચ્ચે અમરેલીના ખાંભામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમરેલીના ખાંભાના હનુમાનપુર ગામે ઈલેક્ટ્રિક શોક લાગતા 3 યુવકોના દુઃખદ અવસાન થયા છે.
કરંટ લાગતા ત્રણ યુવકોના મોત
મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લામાં વરસાદી કહેરને કારણે ખાંભાના હનુમાનપુર ગામે ઈલેક્ટ્રિક શોક લાગવાને કારણે એક જ પરિવારના ત્રણ-ત્રણ યુવકોના મોત થતાં પરિવારમાં માતમ અને આખા હનુમાનપુર ગામમાં શોક છવાયો છે.
રેતીનું મશીન શરૂ કરતા લાગ્યો હતો શોક
ગઈકાલે સાંજે હનુમાનપુર ગામે પોતાના નવા મકાનનો સ્લેબ ભરવા માટે રેતી ચાળવા માટે રેતીનું મશીન શરૂ કરવા જતાં અચાનક વરસાદી વાતાવરણને કારણે એક જ પરિવારના ત્રણ-ત્રણ યુવકો પથુભાઈ જીલુભાઈ બોરીચા (ઉં.વ 32), માનકુભાઈ જીલુભાઈ બોરીચા (ઉં.વ 30) અને તેમના કાકાનો દીકરો ભાઈ ભવદીપભાઈ બાબાભાઈ બોરીચા (ઉં.વ 22)નું ભયંકર શોક લાગ્યો હતો.
ADVERTISEMENT
ડોક્ટરે જાહેર કર્યા હતા મૃત
ઈલેક્ટ્રિક શોક લાગતા તાત્કાલિક ત્રણેયને 108 એમ્બ્યુલન્સમાં ખાંભાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર ડોકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. એક જ પરિવારના ત્રણ-ત્રણ યુવકોને ઇલેક્ટ્રિક શોકનો કાળ ભરખી જતા પરિવારમાં માતમ છવાયો છે.
મૃતકના નામ
- પથુભાઈ જીલુભાઈ બોરીચા (ઉ.વ.32)
- માનકુભાઈ જીલુભાઇ બોરીચા
(ઉ.વ.30)
- ભવદીપભાઈ બબાભાઈ બોરીચા (ઉ.વ.22)
ADVERTISEMENT
ઈનપુટઃ ફારૂક કાદરી, અમરેલી
ADVERTISEMENT
ADVERTISEMENT