ભરૂચમાં ભયાનક અકસ્માતઃ ટ્રેક્ટર પલટી મારી જતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત, 23થી વધુ ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Accident News: ગુજરાતમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. જે એક ચિંતાજનક બાબત છે. ત્યારે આજે વધુ એક અકસ્માતનો બનાવ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી સામે આવ્યો છે. જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. હાલ પોલીસ દ્વારા સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વડીયા તળાવ પાસે ટ્રેક્ટરે મારી પલટી

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વડીયા તળાવ પાસે ટ્રેક્ટર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

ADVERTISEMENT

ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત

આ અકસ્માત એટલો ભયાનક હતો કે 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 23થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

ADVERTISEMENT

દર્શન કરીને પરત આવતા નડ્યો અકસ્માત

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ તમામ લોકો ઉમલ્લા વડીયા મંદિર ખાતે દર્શન કરવા માટે ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો હતો.

ADVERTISEMENT

વિથ ઈનપુટઃ ગૌતમ ડોડીયા

    follow whatsapp

    ADVERTISEMENT