દક્ષિણ ગુજરાતમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ, એક જ દિવસમાં વીજળી પડવાની જુદી જુદી ઘટનામાં 3 મોત
સુરત: રાજ્યમાં એકબાજુ આકરો તાપ પડી રહ્યો છે, ત્યારે ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં ફરીથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સુરત, ડાંગ, છોટા ઉદેપુર સહિતના જિલ્લામાં…
ADVERTISEMENT
સુરત: રાજ્યમાં એકબાજુ આકરો તાપ પડી રહ્યો છે, ત્યારે ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં ફરીથી ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સુરત, ડાંગ, છોટા ઉદેપુર સહિતના જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેમાં પણ આજે વીજળી પડવાના જુદા જુદા બનાવોમાં એક જ દિવસમાં કુલ 3 વ્યક્તિઓના મોત થયા છે.
વીજળી પડવાથી ક્યાં-ક્યાં થયા મોત?
સુરજ જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. એકા એક વરસાદથી ગ્રામ્ય અને શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. દરમિયાન જિલ્લામાં આજે વીજળી પડવાના બે બનાવોમાં બે વ્યકિતના મોત નિપજ્યા છે. જેમાં કામરેજમાં વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે જિલ્લાના બારડોલીમાં વરસાદના કારણે ઝાડ નીચે 3 લોકો ઊભા હતા. દરમિયાન વીજળી પડતા એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જ્યારે બીજી તરફ છોટા ઉદેપુર જિલ્લામાં આંબાના ઝાડ નીચે કામ કરતી 21 વર્ષની યુવતી પર વીજળી પડતા તેનું મોત થયું હતું.
24 કલાક દક્ષિણ ગુજરાતમાં ક્યાં વરસાદની આગાહી?
નોંધનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 24 કલાકમાં દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણ વાદળ છાયું રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT