દાહોદમાં લગ્ન પ્રસંગે જતા તૂફાન કાર કૂવામાં ખાબકી, 5 માસની બાળકી સહિત 3નાં મોત, 16 ઈજાગ્રસ્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દુલ ગજ્જર/દાહોદ: દાહોદના ફતેપુરા તાલુકામાં જગોલા ગામે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં ગાડીની બ્રેક ફેલ થઈ જતા રોડની બાજુમાં આવેલા કૂવામાં ગાડી ખાબકી હતી. અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના કરુણ મોત નિપજ્યા છે. જ્યારે 16 લોકોને ઈજાઓ પહોંચી છે. હાલમાં ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

કારની બ્રેક ફેલ થતા કૂવામાં ખાબકી
પ્રાપ્ત વિગતો મુજબ, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના જગોલા ગામે એક તુફાન ગાડી બ્રેક ફેલ થતાં રોડની સાઈડમાં આવેલા કુવામાં ખાબકી હતી. તૂફાન કારમાં સવાર વ્યક્તિઓ જગોલા ગામેથી કરમેલમાં લગ્ન પ્રસંગે જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હતી. જેમાં ડ્રાઈવર સહિત કાર કૂવામાં ખાબકી હતી. જેમાં 5 માસની બાળકી સહિત 3 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 16 લોકોને ઈજાઓ પહોંચી હતી.

ખાટલાનો હિંચકો બનાવી ઈજાગ્રસ્તોને બહાર કઢાયા
આ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી. તેમજ તમામ લોકોને ખાટલા બાંધીને તેને હિંચકો બનાવીને બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT