સુરેન્દ્રનગરમાં લોરેન્સ બીશ્નોઈ ગેંગના 3 સાગરીતો ડ્રગ્સ સાથે ઝડપાયા, તપાસનો ધમધમાટ શરૂ
સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર: જીલ્લામા ગુનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જુથ અથડામણ, મારામારી, મર્ડર, બીન વારસી લાશો મળવી જેવી ઘટનાઓ સામાન્ય બની છે. ત્યારે સુરેન્દ્રનગર…
ADVERTISEMENT
સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર: જીલ્લામા ગુનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જુથ અથડામણ, મારામારી, મર્ડર, બીન વારસી લાશો મળવી જેવી ઘટનાઓ સામાન્ય બની છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા પોલી પર વધુ એક વખત સવાલ ઉઠયા છે. નશાનો કાળો કારોબાર MD ડ્રગ્સ ઝડપાતા જીલ્લા ભરમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે શહેરની ગોકુલ હોટલ પાછળ એક શીવ સંગાથ હિલ્સ નામના ફ્લેટમાં ભાડે રહેતા ત્રણ આરોપીઓને 176 ગ્રામ ડ્રગ્સ કિમત 17.60 લાખના સાથે ઝડપી લીધા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઇતિહાસ માં પ્રથમ વખત ડ્રગ્સ ઝડપાયું છે.ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સુરેન્દ્રનગર SOG પોલીસના સંયુક્ત ઓપરેશન ના પગલે સુરેન્દ્રનગર ના 80 ફૂટ રોડ પર આવેલ શિવ સંગાથ એપાર્ટમેન્ટ માંથી શંકાસ્પદ 3 વ્યક્તિની અટકાયત કરવા માં આવી હતી.ત્યાર અટકાયત કરેલ 3 વ્યક્તિની પૂછપરછ હાથ ધરવામાં આવતા તેમની પાસે એમ.ડી ડ્રગ્સ હોવાનું ખૂલ્યું હતું. ત્યારે પોલીસે 176 ગ્રામ જેટલું ડ્રગ્સ આ 3 ઝડપાયેલા ઈસમો પાસે થી જપ્ત કર્યું છે.ત્યારે આ મુદ્દે તપાસ કરવા માં આવતા આ ઝડપાયેલા ઈસમો લોરેન્સ ગેગના સાગરીત હોવા નું ખુલ્યું છે.
25 હજારનું ઈનામ હતું
રાજસ્થાન સરકારે લોરેન્સ ગેગના સાગરીતોને ઝડપી પાડવા 25 હજાર નું ઇનામ જાહેર કરવા માં આવ્યું છે.આ મુદ્દે જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે.હાલ ડ્રગ્સ સાથે ઝડપાયેલા લોરેન્સ બીશ્નોઈ ગેગ ના 3 શખ્સો ની પૂછપરછ હાથ ધરવા માં આવી છે.છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો કારોબાર ચલાવતા હોવા ની પોલીસે પણ શંકા વ્યક્ત કરી છે. પોલીસે 17.81 લાખનો ડ્રગ્સ જપ્ત કરવા માં આવ્યું છે.હાલ રિમાન્ડ માગવાની તજવીજ જિલ્લા પોલીસે હાથ ધરી છે.
ADVERTISEMENT
ડ્રગ્સ સાથે ઝડપાયેલા લોરેન્સ બીશ્નોઈ ગેગ ના સાગરીતો
- અક્ષય ડેલુ ( રહેવાસી પંજાબ )
- વિષ્ણૂરામ કોકડ ( રહેવાસી પંજાબ )
- વિક્રમસિહ જાડેજા ( ભુજ )
આરોપીઓ એ ક્યા ક્યા ડ્રગ્સ વેચાણ કર્યુ છે અને કોના ઇશારે આ આશરો મેળવી ડ્રગ્સ નો વેપાર કરતા હતા તેની તપાસ હાથ ધરી છે. આરોપીઓ જ્યાં રહેતા હતા તેની આજુબાજુમાં અનેક કોલેજ તથા હાઇસ્કુલ જેવી શિક્ષણ આપતી સંસ્થાઓ આવેલ છે. જેથી આરોપીઓ એ કોઈ યુવા ધનને ડ્રગ્સના રવાડે ચડાવવાનો પ્રયાસ કર્યો હોય તેવી પોલીસને શંકા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT