ત્રિપલ અકસ્માતમાં 3ના મોતઃ પાલનપુર-અમદાવાદ હાઈવે પર સર્જાઈ દુર્ઘટના, પરિવારમાં માતમ

ADVERTISEMENT

Accident News
ત્રિપલ અકસ્માતમાં 3 લોકોને ભરખી ગયો કાળ
social share
google news

Accident News: પાલનપુર-અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ ભયાનક અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આ બનાવને પગલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

પાલનપુર-અમદાવાદ હાઈવે પર અકસ્માત

મળતી માહિતી અનુસાર, પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે આખો દિવસ મોટા હેવી વાહનોથી ધમધમતો હોય છે. ત્યારે આજે આ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત સર્જાયો હતો.  પાલનપુર-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. 

પોલીસે તપાસ હાથ ધરી

અકસ્માતને પગલે રાહદારીઓના ટોળે-ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તાત્કાલિક ધોરણે ટ્રાફિક ક્લિયર કરાવવાની તજવીજ હાથ ધરી હતી.

ADVERTISEMENT

પરિવારમાં છવાયો માતમ

પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. તો મૃતકોના પરિવારજનોને પણ આ અંગેની જાણ કરવામાં આવી છે. અકસ્માતમાં 3 લોકો કાળનો કોળિયો બનતા પરિવારમાં માતમ છવાયો છે. 
 

    follow whatsapp

    ADVERTISEMENT