પાટણમાં કેનાલમાં નાહવા પડેલા 3 સગીર મિત્રો ડૂબ્યા, વ્હાલસોયાના મોતથી પરિજનોમાં આક્રંદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ/પાટણ: પાટણ જિલ્લાના સુજનીપુર ગામમાં વોકળામાં પડી ગયેલા 3 બાળકોના મોત નિપજ્યા છે. સ્કૂલથી છૂટીને રમવા માટે બહાર નીકળેલા બાળકો રમતા રમતા વોકળા સુધી પહોંચ્યા હતા. ગામ નજીકથી પસાર થતી કેનાલમાં નાહવા પડતા ત્રણેય પાણીના પ્રવાહમાં ડૂબી ગયા હતા. બાળકોના મૃતદેહને બહાર કાઢીનો પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સ્કૂલેથી છૂટીને બહાર નીકળ્યા હતા ત્રણેય મિત્રો
વિગતો મુજબ, સરસ્વતી તાલુકાના સુજનીપુર ગામમાં આઠમા ધોરણમાં ભણતા ત્રણ મિત્રો સ્કૂલેથી છૂટ્યા બાદ બહાર નીકળ્યા હતા. દરમિયાન તેઓ ગામ પાસેથી જ પસાર થતી પાણીની કેનાલમાં નાહવા માટે પડ્યા હતા. જોકે અચાનક તેઓ પાણીમાં પ્રવાહમાં તણાઈને ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પરિવારજનો દોડી આવ્યા હતા. બાળકોની શોધખોળ માટે પાટણની ફાયર બ્રિગેડને પણ બોલાવવામાં આવી હતી.પોલીસ અધિકારી અને સ્થાનિક પોલીસ મથકના તહેસીલદાર સહિત 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

ધારાસભ્ય ડો. કિરીટ પટેલ પરિવારને મળવા પહોંચ્યા
જોકે મોડી સાંજે 3 સગીર બાળકોને કેનાલમાંથી બહાર કાઢી પાટણ સિવિલમાં લવાયા હતા. મૃત્યુ પામેલાઓમાં મોન્ટુભાઈ, સચિન અને જયેશ તમામ 8મા ધોરણના વિદ્યાર્થીઓ હતા. આમ બાળકોના મોતના પગલે સમગ્ર ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. બનાવની જાણ થતા પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તેમણે મૃતક બાળકોના પરિજનોને સાંત્વના પાઠવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT